survey on webinar by Tejal Viras student of Psychology Department

વેબિનારના લાભ ગેરલાભ અંગેનો સર્વે

 

        આપણો દેશ જ નહીં પરંતુ દુનિયા આખી કોરોના મહામારીની જપટમાં આવી ગઈ છે.સામાન્ય રીતે વિદ્યાર્થી અને અધ્યાપકોને વિશેષ માર્ગદર્શન અને તાલીમ મળી શકે તે હેતુથી વિશ્વમાં સેમિનાર, કોન્ફરન્સ, વર્કશોપ, સિમ્પોઝીયા વગેરેનું આયોજન કરવામાં આવતું હોય છે.હાલ જ્યારે શારીરિક દુરીનું પાલન અને વધુ લોકો એકઠા થવાની પાબંદી છે ત્યારે વેબિનારનું આયોજન કરવામાં આવે છે.સેમિનારની જેમ ઓનલાઈન વેબિનારનું આયોજન થાય છે.સાંપ્રત સમયમાં વેબિનાર થકી વિચારોની આપલે થતી હોય છે ત્યારે અને યુ.જી.સી.એ એવું ફરમાન કર્યું હોય કે આ વેબિનારના સર્ટિફિકેટનો ઉપયોગ અકેડેમીક લાભ માટે કરી નહીં શકાય ત્યારે પ્રશ્ન એ થાય કે આ વેબિનાર થકી ખરેખર સહભાગીઓને કોઈ ફાયદો થાય છે કે કેમ ? આ પ્રશ્નના ઉત્તર શોધવાના હેતુથી મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીએ તેજલ જી. વિરાસે સર્વે હાથ ધરેલ તેના તારણો ઘણા રસપ્રદ છે.

          આ સર્વે  માં 423 લોકોએ ભાગ લીધો હતો. પ્રસ્તુત સર્વેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, બિઝનેસમેન નો સમાવેશ થાય છે. નીચે મુજબના પ્રશ્નો આ ગૂગલફોર્મમાં પુછવામાં આવ્યા હતા. જેના પ્રાપ્ત થયેલ જવાબો આ મુજબ છે.

આપ વેબિનાર થી પરિચિત છો?

આ પ્રશ્ન ના જવાબ માં 90.48% લોકો એ જણાવ્યુ કે તેઓ વેબિનાર થી પરિચિત છે. જ્યારે 9.42% લોકો વેબિનાર થી પરિચિત નથી.

વેબિનારથી જ્ઞાનપ્રાપ્તિ સારી રીતે થાય છે?

આ પ્રશ્ન ના જવાબ માં 61.50% લોકો આ જણાવ્યુ કે વેબિનારથી કોઈ સારી રીતે જ્ઞાનપ્રાપ્તિ થઈ શકતી નથી. ચેટ બોક્સ માં મેસેજ કરીને પ્રશ્નો જણાવવા પડે છે. જેનો કોઈ યોગ્ય રીતે જવાબ મળતો નથી. વેબિનારમાં પ્રત્યક્ષ આંતરક્રિયા થતી નથી. જેથી સારું અને સચોટ જ્ઞાન મળવું મુશ્કેલ બને છે. 38.50% લોકોએ જણાવ્યુ કે વેબિનારથી જ્ઞાનપ્રાપ્તિ સારી રીતે થઈ શકે છે.

વેબિનાર થી શું શૈક્ષણિક ફાયદો થાય છે?

 તે અંગે લોકો ના મંતવ્યો જાણવા મળ્યા કે વેબિનાર થી જો યોગ્ય શિક્ષણ મળે તો યોગ્ય રીતે ઉપયોગી બને અને ફાયદાકારક નીવડે છે. બીઝનેશ પ્લાન કરવા માટે વેબિનાર ફાયદાકારક છે. વેબિનાર થી અનુકૂલિત શિક્ષણ મળતું નથી નવું કઈ જાણી શકાતું નથી. વેબિનાર માં જે મુખ્ય ટોપિક હોય છે, તે અંગે પૂરતી માહિતી મળતી નથી. માત્ર દેખાડો કરવા માટે અને પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે વેબિનાર ચાલી રહ્યા છે તેવું પણ ઘણા ઉતરદાતાનું માનવું છે.

વેબિનાર તમને કઈ રીતે ઉપયોગી બને છે?

 આ પ્રશ્ન ના જવાબ માં લોકોએ જણાવ્યુ કે વેબિનાર સો ટકા ઉપયોગી બની શક્તુ નથી પરંતુ થોડા ઘણા અંશે  ઉપયોગી થાય છે. ઘરે બેઠા તેમાથી કઇક નવું જાણી શકીએ છીએ. જ્યારે અન્ય લોકોએ જણાવ્યું કે સમય નો બગાડ થાય છે, નેટનો દુરુપયોગ થાય છે. વેબિનારમાંથી કઇ શીખી શકાતું નથી. ટેક્નોલોજીના ઉપયોગમાં ભારતીયો અને ગુજરાતીઓ ઘણા પાછળ છે માટે પણ વેબિનારનો વધુ ઉપયોગ લઈ શકતા નથી ઉપરાંત ભારતમાં ઇન્ટરનેટની સ્પીડ ખુબ જ ઓછી છે તેનાથી પણ અડચણો આવે છે અને જરૂરી માહિતી સારી રીતે ગ્રહણ થતી નથી.   

વેબિનારમાં  થતી સમસ્યાઓ

લોકોએ જણાવ્યુ કે નેટ પ્રોબ્લેમ સહુથી વધુ થાય છે. શું બોલે છે તે બરાબર સમજાય નહીં. અંગત વ્યક્તિના કહેવાથી ઘણી વખત પરાણે જોડાવું પડે છે. સમયનો બગાડ થાય છે. જ્યારે અન્ય લોકોએ જણાવ્યુ કે વેબિનારમાં કોઈ સમસ્યા થતી નથી અને તેમાંથી કઈક શીખી શકીએ છીએ. નવરાશના સમયનો ઉપયોગ એકેડેમિક કાર્યમાં કરી શકીએ છીએ.

વેબિનારમાં તમે પૂરતો સમય આપી શકો છો?

 આ પ્રશ્નના જવાબમાં 55.80% લોકોએ જણાવ્યુ કે અમે વેબિનારમાં પૂરતો સમય આપી શકતા નથી. ઘણીવાર વેબિનાર લાંબો સમય ચાલે છે તો પૂરતો સમય આપવો શક્ય બનતું નથી. જ્યારે 44.20% લોકોએ જણાવ્યુ કે વેબિનારમાં સમયનો સદસુપયોગ થઈ જાય છે અને પૂરતો સમય પણ  આપી શકીએ છીએ.

વેબિનારમાં તમને પ્રશ્નોનાં ઉત્તર સંતોષકારક મળી રહે છે?

 આ પ્રશ્નનમાં જવાબમાં 51.90 % લોકોએ જણાવ્યુ કે વેબિનારમાં પ્રશ્નના ઉત્તર સંતોષકારક મળી શકતા નથી.યોગ્ય રીતે જે શૈલીમાં આપણાં  પ્રશ્નની રજૂઆત કરવી હોય તે પ્રમાણે રજૂઆત થતી નથી.પ્રશ્નને ચેટબોક્સમાં લખીને રજૂઆત કરવી પડે છે.જેનો જવાબ મળતા ઘણીવાર લાગે અને સંતોષકારક જવાબ ન પણ મળે.જ્યારે 48.10% લોકોએ જણાવ્યુ કે વેબિનારમાં પ્રશ્નોનાં જવાબ સંતોષકારક રીતે મળી રહે છે.

તમે પહેલી તક વેબિનાર ને આપશો કે સેમિનાર ને ?

 આ પ્રશ્નના જવાબમાં 25% લોકોએ જણાવ્યુ કે વેબિનારને પ્રથમ તક આપવી જોઈએ જ્યારે 75% લોકોએ જણાવ્યુ કે સેમિનારને પ્રથમ તક આપવી જોઈએ .જેનાથી યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થઈ શકે છે.

 

 

તમારા મતે વેબિનાર અને સેમિનાર વચેનો તફાવત જણાવો.:

 અહી લોકોના મંતવ્યો જાણવા મળ્યા કે વેબિનાર એ ઓનલાઈન છે જ્યારે સેમિનાર એ ઓફલાઇન છે.વેબિનારમાં આંતરક્રિયા બરાબર થઈ શક્તી નથી જ્યારે સેમિનારમાં પ્રત્યક્ષ રીતે આપણે પ્રતિક્રિયા આપી શકીએ છીએ. વેબિનારમાં સ્પષ્ટપણે સમજી શકાય નહીં જ્યારે સેમિનારમાં સ્પષ્ટતાથી સમજી શકીએ છીએ.

શું વેબિનારના સર્ટિફિકેટ ભવિષ્યમાં ઊંચ કારકિર્દી માટે ઉપયોગી થશે ?

આ પ્રશ્નના જવાબમાં 59.60 % લોકોએ જણાવ્યુ કે અમને એવું કોઈ પ્રકારે લાગતું નથી કે આ વેબિનારના સર્ટિફિકેટ ભવિષ્યમાં ક્યાંય ઉપયોગી બને . આ સર્ટીફિકેટની ઘેલછાના કારણે વેબીનારમાં જોડાવ છું.40.40 % લોકોએ જણાવ્યુ કે આ સર્ટીફિકેટ અમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે.( આવું જનાવનાર યુજીસીના ફરમાન વિષે જાણતા નહીં હોય ).

વેબિનાર સર્ટિફિકેટથી કોઈ ફાયદો થવાનો નથી છતાં લોકો વેબિનારમાં જોડાય છે તો તે યોગ્ય છે?

 આ પ્રશ્નના જવાબમાં 53.80% લોકોએ જણાવ્યુ છે કે વેબિનાર સર્ટીર્ફિકેટ યુજીસી માન્ય ન હોવાથી ક્યાય ઉપયોગી થઈ શકશે નહીં માત્ર સર્ટિફિકેટ માં વધારો થાય એ માટે વેબિનારમાં જોડાઈએ છીએ . જ્યારે 46.20%લોકોએ એવું પણ જણાવ્યુ છે કે આ સર્ટિફિકેટ ક્યાંય ઉપયોગી નથી માટે જોડાવું અયોગ્ય છે.

ભૌતિક સાધનો થકી મળતા શિક્ષણ અને માનવ થકી મળતા શિક્ષણમાં શું તફાવત છે ?

 આ પ્રશ્નના જવાબમાં લોકોએ જણાવ્યુ કે મોબાઈલ,ટેબલેટ,લેપટોપ અને જે ભૌતિક સાધનોથી શિક્ષણ પ્રાપ્ત થાય છે તેમાં સંવેદના હોતી નથી.ભૌતિક સાધનોથી મળતા શિક્ષણમાં કોઈ રુચિ કે રસ જળવાય રહેતો નથી. વધારે સમય આ ભૌતિક સાધનો સામે બેસીને શિક્ષણ પ્રાપ્ત કરવામાં આવે છે ત્યારે અકળામણ થાય છે જ્યારે માનવ દ્વારા અપાતા શિક્ષણના સદર્ભમાં લોકોએ જણાવ્યુ કે માનવ દ્વારા આપવામાં આવતું શિક્ષણ સંવેદનશીલ હોય છે.તેથી શિક્ષણ યોગ્ય રીતે પ્રાપ્ત કરી શકીએ  અને રસ રુચિઓ પણ જળવાય રહે છે.માનવ દ્વારા આપવામાં આવતા શિક્ષણથી ઘણો ફેર પડે છે.પ્રત્યક્ષ તેમના ચહેરાના હાવભાવ જોઈ શકીએ છીએ અને તે મુજબ આપણે પ્રતિક્રિયાઓ આપીએ છીએ.

જુદા જુદા પ્રકારની એપ્લીકેશનના ઉપયોગને કારણે પોતાની પ્રાઈવસી જોખમાશે એવું 71.20 % લોકો અનુભવે છે સાથે સાથે પોતાના પ્રાઈવેટ ડેટા લીક થશે એવો ડર પણ લાગે છે.જ્યારે 28.80% લોકો જુદા જુદા પ્રકારની એપ્લિકેશનના ઉપયોગથી કોઈપણ પ્રકારનો ડર કે પોતાની પ્રાઈવસી જોખમાશે તેવું અનુભવતા નથી.

લોકોના મંતવ્યો

આ વેબિનાર વિષે લોકોના વિશેષ મંતવ્યો જાણવા મળ્યા કે વેબીનારથી 100 % શિક્ષણ મેળવવું શક્ય નથી પરંતુ થોડા ઘણા અંશે ઉપયોગી થઈ શકે  છે.સેમિનાર દ્વારા શિક્ષણ  સચોટ અને યોગ્ય રીતે મેળવી શકાય છે અને ચર્ચા પણ સ્પષ્ટ રીતે થઈ શકે છે અને તેમાં સંતોષ પણ પ્રાપ્ત થાય છે કારણકે તેમાં આંતરક્રિયા પ્રત્યક્ષ હોય છે જ્યારે વેબિનારમાં આંતરક્રિયા પરોક્ષ હોય છે. વેબીનાર અમુક સમય પૂરતો મર્યાદિત છે. વેબિનારમાં માત્ર સાંભળી શકાય છે પરંતુ યોગ્ય રીતે પ્રશ્નોતરી થઈ શક્તી નથી. આ સર્વે અનુસાર  મોટાભાગે લોકો  વેબિનાર કરતાં સેમિનારને વધુ પ્રાધાન્ય આપે છે. વેબિનાર ટાઇમપાસ છે એવું પણ ઘણા લોકોની પ્રતિક્રિયા મળી છે।  

tejal Photo.jpg                                                                                                                         તેજલ વિરાસ

મનોવિજ્ઞાન ભવન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

 

 

        


Department: Department of Psychology

09-07-2020