survey on mass promotion by Taufik Jadav Student of Psychology Department

ફાઇનલ વર્ષની પરીક્ષા લેવી કે માસ પ્રમોશન આપવું વિષય પર મનોવિજ્ઞાન ભવનના પીએચ.ડી.ના વિદ્યાર્થી જાદવ તૌફીકે સર્વે કર્યો.

 

આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે જઝુમી રહ્યું છે અને શાળા કોલેજો બંધ છે, ત્યારે કેટલાંક વિદ્યાર્થીઓની પરીક્ષાઓ બાકી છે તો પરીક્ષા લેવી કે માસ પ્રમોશન આપવું તે બાબતે મતમતાંતરો જોવા મળી રહ્યા છે. તો આ બાબતે વિદ્યાર્થીઓના મંતવ્યો જાણવાના હેતુથી મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનવર્સિટીના અધ્યક્ષ ડૉ.યોગેશ એ. જોગસણના માર્ગદર્શન નીચે તૌફિક એચ.જાદવ દ્વારા ગૂગલ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું અને એક સર્વે કરવામાં આવ્યો જેના તારણો નીચે મુજબ છે.

 

આ સર્વેમાં કુલ 850 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં 48.90 % પુરુષો અને  51.10% સ્ત્રીઓ હતી. પ્રસ્તુત સર્વેમાં બી.એ., બી.કોમ., બી.એસ.સી., એમ.એ.,એમ.કોમ.,એમ.એસ.સી.,બી.એડ., એમ.એડ., એન્જીનીયરીંગ, ડિપ્લોમા, નર્સિંગએમ. ફિલ., વગેરે વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

 

આ સર્વેમાં 72% વિદ્યાર્થીઓએ જણાવ્યું કે માસ પ્રમોશન આપવું જોઈએ જ્યારે 28% વિધાર્થીઓએ જણાવ્યું કે પરીક્ષા લેવી જોઈએ.

 

તમને ફાયદો શેમાં થશે? ના જવાબમાં 68.60% વિદ્યાર્થીઓએ કહ્યું કે માસ પ્રમોશન આપવામાં અને 31.40% વિદ્યાર્થીઓએ કહ્યું કે પરીક્ષા આપવમાં અમને ફાયદો થશે.

 

82.20% વિદ્યાર્થીઓએ એવું જણાવ્યુ કે જો પરીક્ષા લેવામાં આવશે તો કોરોના સંક્રમણ વધી જવાની દહેશત રહેશે. જ્યારે 15.80% વિદ્યાર્થીઓને પરીક્ષાને લીધે કોરોનાનાં સંક્રમણનો ભય વધશે તેવું માનતા નથી.

 

જો માસ પ્રમોશન આપવામાં આવશે તો 18.60% વિદ્યાર્થીઓને અન્યાય થશે તેવું જણાય છે. 58.50% વિદ્યાર્થીઓને એવું લાગી રહયું છે કે માસ પ્રમોશનથી કોઈ અન્યાય નહિ થાય અને 22.90% વિદ્યાર્થીઓનું માનવું છે કે જો માસ પ્રમોશન આપવામાં આવશે તો તેમને અન્યાય થશે કે કેમ તે બાબતે કંઈ કહી શકાય નહીં એટ્લે કે તેઓ તટસ્થ છે.

 

આ સર્વેના આધારે જોવા મળ્યું છે કે પરીક્ષા લેવામાં આવશે તો પરીક્ષા અંગે 29% વિદ્યાર્થીઓની તૈયારી ખૂબ સારી છે, 47.70% વિદ્યાર્થીઓની તૈયારી મધ્યમ પ્રકારની છે. જ્યારે 23.20% વિદ્યાર્થીઓની તૈયારી ઓછી છે.

 

જો પરીક્ષા લેવામાં આવશે તો વિદ્યાર્થીઓને નીચે મુજબની સમસ્યાઓ થશે તેવું સર્વેના જવાબોના આધારે કહી શકાય.

- કોરોનાને લીધે વાલીઓ પરીક્ષા આપવાની ના પાડે છે અને પરીક્ષા નહી આપીએ તો વર્ષ બગડશે, ગામડેથી શહેરમાં આવવું પડે અને સમરસ હોસ્ટેલો બંધ છે તો રહેવા અને જમવાની સમસ્યા, પરીક્ષા આપીને ઘરે આવીએ અને કોરોના થાયતો ફેમીલી પાસે દવાના પૈસા પણ નથી, અપ ડાઉન ની સમસ્યા અને સંક્રમણ થવાનો ભય, પેપરમાં કેટલું પૂછશે? મોટાભાગના વિષયનો 50% કોર્સ બાકી છે, હોસ્ટેલ બંધ હોવાથી બહાર રહેવું પડે જેનો આર્થિક ખર્ચની સમસ્યા, ટ્રાન્સપોર્ટ ની સમસ્યા, સમયસર વાહન ના મળે, વિદ્યાર્થીઓ હોસ્ટેલ કે રૂમ રાખીને અભ્યાસ કરતા હોવાથી પુસ્તકો અને જરૂરી મટીરીયલ હોસ્ટેલ કે રૂમ પર છે, રૂમ રાખીને રહેતા વિદ્યાર્થીઓને સોસાયટીમાં આવવા જવા દેતા નથી, પરીક્ષામાં જો કોઈ એકને પણ કોરોના હશે તો બધાને સંક્રમણ થવાનો ભય, ઘરેથી એવું કહી દીધું છે કે જો પરીક્ષા લેવાય તો તમને અહીંથી જવા નહિ દઈએ ભલે એક વર્ષ બગડે. પરીક્ષા તો આવ્યા જ કરે જો જીવ એકવાર ગયો તો પાછો નહીં આવે, ભયને કારણે અમુક ડિપ્રેશન આવી જશે તો પરીક્ષા કેમ આપવી?, બધા સધ્ધર પરિસ્થિતિ ના વિદ્યાર્થી નથી વાલી સંતાન ગુમાવે તો કોણ જવાબદાર?, નેટવર્ક પ્રોબ્લેમ ના કારણે ઓનલાઇન ભણી શકાયું નથી, લોકડાઉન થતાં  રૂમ ખાલી કરવા પડ્યા હતા જેના માલિક હવે કોરોના ની  બીકે રૂમ  આપવા તૈયાર નથી, ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો વિધાર્થીઓ પરીક્ષા આપવા આવશે, જેથી કોરોના લાગુ પડવાની સમસ્યા, ઘણા  વિસ્તારમાં પોઝિટિવ કેસ છે તો કેમ પરીક્ષા આપવા આવવું, કોરોના થશે તો જવાબદારી કોણ લેશે? હાલ પૈસાની તંગી છે કોરોના થશે તો ખર્ચ કોણ આપશે, કોરોના ની ગભરામણમાં પરીક્ષા આપતા ડર લાગે છે જેનાથી પરીણામ ઉપર અસર પડશે, કોર્સ અધૂરો હોવાથી ઘણા બધા પ્રશ્નોના જવાબ મળ્યા નથી, અમે પરીક્ષા આપવા આવી એ તો અમારા વાલી ચિંતા કરશે, અભ્યાસ કરેલું હવે યાદ નથી, ભુલાઈ ગયું છે, શહેરમાં આવવા માટે ગામમાં બસ આવતી નથી, કોરોના ને કારણે માનસિક રીતે પરીક્ષા આપવાની તૈયારી અઘરી લાગે છે, કોરોનાના ડરને કારણે પરીક્ષા આપવામાં ધ્યાન નહિ રહે, માનસિક રીતે તૈયાર નથી બહાર જમવામાં ભય લાગે છે વગેરે પ્રકારની સમસ્યાઓ વિદ્યાર્થીઓએ જણાવી હતી.

 

# પરીક્ષા શા માટે ન લેવી જોઈએ તે બાબતે વિદ્યાર્થીઓએ નીચે પ્રમાણે મંતવ્યો જણાવ્યા

 

પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીને  કોરોના હશે તો તેના ફેમિલીને પણ થશે, પરીક્ષા કરતા વિદ્યાર્થીઓ મહત્વના છે, વર્તમાન પરિસ્થિતિને કારણે પરીક્ષા ના લેવી અને માસ પ્રમોશન આપવું હિતાવહ છે, આ પરીક્ષા પછી કોઈ નોકરી નથી આપી દેવાનું, હજી સરખા ક્લાસ પણ નથી લેવામાં આવ્યા તો આવી પરિક્ષાથી શું ફાયદો?, એકને પણ પોઝિટિવ હશે તો બધાને કોરોના થવાની સંભાવના છે, વિધાર્થી જુદાજુદા વિસ્તારમાંથી આવે છે તેથી કોરોના ફેલાઇ, કોરોનાના કેસ વધી રહ્યા છે તેથી  ના લેવી જોઈએ, પ્રથમ મહત્વ સ્વાસ્થ્યને આપવું જોઈએ, પરીક્ષા મહત્વની નથી સ્વાસ્થ્ય સારું હશે તો ભવિષ્ય કઈક કરી શકશું, જ્ઞાનની ક્વોલિટી અત્યારે મહત્વની નથી જેટલું જીવનનું મહત્વ છે, ગ્રામ્ય વિસ્તારનાં લોકોને રહેવા, જમવા આવવા જવાની તકલીફ પડે છે, બુક અને મટીરિયલ હોસ્ટેલમાં છે અને કોર્સ પણ બાકી છે વાંચ્યા વગર કેમ આપવી, હાલની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ તે માટે તૈયાર નથી., કોરોના ને જાતે ઘરે લાવવા જેવું છે.

 

   જ્યારે પરીક્ષા શા માટે લેવી જોઈએ તે બાબતે વિદ્યાર્થીઓએ મંતવ્ય આપતા જણાવ્યું કે 

શરૂઆતથી તૈયારી કરી હોય છે પરીક્ષા વગર અમારી તૈયારી વ્યર્થ જાય, પરિક્ષામાં લીધે જ્ઞાનની ખબર પડે છે, પહેલા સેમેસ્ટર માં મહેનત ના કરી હોય અને અત્યારે કરી હોયતો તેનું પરીણામ સારું આવે માટે લેવી જોઈએ, વિદ્યાર્થીને ભવિષ્યમાં મેરીટ સબંધિત તેમજ કારકિર્દીમાં કયો માર્ગ કે વિષય પસંદ કરવો તે માટેનું માર્ગદર્શન તેના સ્વ મૂલ્યાંકન દ્વારા મારી શકે, જે વિદ્યાર્થીને સ્કોર કરવો છે તેને નુકશાન જશે., જે વિધાર્થી ખરેખર હોંશિયાર છે અને કેરિયર સારું બનાવવા માંગે છે તેને નુકશાન જાઈ જેથી પરીક્ષા લેવી જોઈએ, કોઈપણ કાર્યની ચકાસણી તો કરવી જ પડે જો ડિગ્રી એમનેમ આપી દેવાય તો અજ્ઞાનીઓ ને લાભ થશે, દરેક વિદ્યાર્થીનું તેમની મહેનત પ્રમાણે મૂલ્યાંકન થઈ શકે માટે લેવી, વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની સાતત્યતા જળવાઈ રહે અને વાંચન માટેની ઉત્સુકતા રહે, વિદ્યાર્થિની પ્રતિભાની ખ્યાતિ અને તેનું ઘડતર પરીક્ષા દ્વારાજ થઈ શકે, પરીક્ષા વગર વિદ્યાર્થીઓની શક્તિ ન જાણી શકાય , વિદ્યાર્થીને તેમની મહેનતનું સાચું પરીણામ મળે, પરીક્ષા દ્વારા જ સાચું મૂલ્યાંકન થાય., પોતાની મહેનત અને ગુણવત્તા પ્રમાણે પરીણામ મળવું જોઈએ.

 

# માસ પ્રમોશન શા માટે આપવું જોઈએ તે બાબતે વિદ્યાર્થીઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું 

- તેને લીધે કોરિનાના કેસ અટકી શકે અને તેનો વ્યાપ વધુ ફેલાઇ નહિ, વિધાર્થી આગળના સત્રમાં પ્રવેશ મેળવે અને તેની અભ્યાસ કરી શકે, અત્યારે શહેરમાં જઈને પરીક્ષા આપી શકાય તેવું પરિસ્થિતિ નથી , છેલ્લી પરીક્ષા દ્વારા વિદ્યાર્થીના જ્ઞાનનું મૂલ્યાંકન થઈ ગયું છે., પરીક્ષા લેવાશે તો કોરોના થવાનો ભય રહેશે, અત્યારે ઓનલાઇન પરીક્ષા પણ શક્યા નથી કારણકે ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક ની સમસ્યા થતી હોય છે., કોરોના ના ભયને કારણે વાંચી શકાયું નથી જેથી તણાવ થશે અને મનોવૈજ્ઞાનિક રીતે ખરાબ અસર થશે., યોગ્ય સમયની રાહ જોઈને બેસી રહેવામાં આવે તો સમયનો ખૂબ વ્યય થાય છે. વિદ્યાર્થીઓને તેમની અંગત જવાબદારીઓ હોય છે તેથી વિદ્યાર્થીના તેમજ શૈક્ષણિક કાર્યના સતત વિકાસ માટે માસ પ્રમોશન સંજોગોવસાત આપવું જરૂરી છે., રાજ્યના કોરોના ના સંક્રમિત વિસ્તારમાંથી પણ વિદ્યાર્થીઓ આવશે તેની અસર બધા વિદ્યાર્થીઓને થઈ શકે માટે સ્વાસ્થ્યની સુરક્ષા માટે પ્રમોશન જરૂરી છે, સમય જતી રહ્યો છે જેથી નવું સત્ર શરૂ થાય માટે, અત્યાર સુધી ઘરે રહ્યા જેથી ના પાસ થવાની શક્યતા વધારે છે., વિદ્યાર્થીમાં કેસ વધવાનો ભય વધી રહે છે, કોરોના સાથે બાથ ભીડવી જોઈએ, વિદ્યાર્થીની સુરક્ષા માટે જરૂરી છે કેસ વધારવા કરતા પ્રમોશન આપવું., આવી મહામારીમાં પરીક્ષા એટલે ભારતનું ભવિષ્ય મુશ્કેલીમાં.

 

માસ પ્રમોશન શા માટે ના આપવું જોઈએ તે બાબતે વિદ્યાર્થીઓના મંતવ્યો 

 

માસ પ્રમોશનથી ઉચ્ચ સ્કોર પ્રાપ્ત કરી શકાતો નથી, તેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીને પાસ થવાની સંભાવના રહે છે., વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે કાળજી નહિ સેવે, જેના લીધે અભ્યાસ પ્રત્યેની રુચિ ઘટશે., ભણવાને લાગતી કોઈ પ્રવૃત્તિમાં ધ્યાન નહિ રહે , છેલ્લા વર્ષનાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવું જરૂરી છે તેનાથી નબળા અને હોંશિયાર વિદ્યાર્થીને ફેર પડે, અમુક હોંશિયાર વિધાર્થી હોયતો તે પાછળ રહી જાઈ., માસ પ્રમોશન આપવાથી સચોટ મૂલ્યાંકન ના થઈ શકે.

# માસ પ્રમોશન આપીને આગળનો અભ્યાસ શરૂ કરવો જોઈએ તે બાબતે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે

 

અભ્યાસક્રમ શરૂ થઈ જાય જેથી કરીને કોર્સમાં આગળ જતાં વાંધો ના આવે , અભ્યાસક્રમ આગળ વધારવો જોઈએ જેથી કરીને વાર્ષીક કે છ માસિક સમય પત્રક જળવાઈ રહે અને સાથે શિક્ષક તેમજ વિધાર્થી યોગ્ય દિશામાં વિકાસ પામે, આગળનો અભ્યાસ શરૂ થઈ જાય તો સમયનો પણ સારી ઉપયોગ થઈ શકે, આગળનું ભણવાનું ના બગડે માટે માસ પ્રમોશન આપી આગળનો અભ્યાસક્રમ શરૂ કરી દેવો જોઈએ. જેથી વિદ્યાર્થી પરીક્ષાની ચિંતા છોડી આગળ વિશે વિચારી શકે

# વિદ્યાર્થીઓએ આપેલ વિશેષ સૂચન કે મંતવ્યો

 

 

વિદ્યાર્થીના હિતને ઘ્યાનમાં રાખી પરીક્ષા લેવી કે  નહીં તે વિશે બધા તજજ્ઞોએ વાતચીત કરવી જોઈએ અને જો વાઈરસનું જોખમ ઓછું થાય તો પરીક્ષા લેવી નહીં તો માસ પ્રમોશન આપી દેવું જોઈએ, સ્થિતિને ધ્યાનમાં રાખી કોઈ નિર્ણય લેવો જરૂરી., પરીક્ષા લેવામાં બે મહિના નીકળી જાઈ એમ છે તો પછીનું સત્ર ક્યારે શરૂ થશે, આગળનું વર્ષ પણ સમયસર પૂરું નહિ થાય માત્ર અંતિમ સત્રની પરીક્ષા લેવી જોઈએ., માસ પ્રમોશન ના પરીણામ વખતે વિદ્યાર્થીને ઓછા ટકા આવે તે પરીક્ષા માટે અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરવી., કોઈ એક બીમારી કે રોગ વિશે કહી વિદ્યાર્થીને વધારે પડતાં માનસિક રીતે ભયભીત કરવાના બદલે  રોગ કે મહામારી પ્રત્યે હકારાત્મક અભિગમથી વિદ્યાર્થીઓને જાગૃત કરી તે. મહામારીથી કઈ રીતે સુરક્ષિત રહેવું તેના ઉપાયો તથા તે વિષયક સમજ આપવી ., વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળશે જેથી પરીક્ષા આપવાનો ઉદ્દેશ્ય સિધ્ધ નહિ થાય

 

 

 


Department: Department of Psychology

09-07-2020