Rumors on Pads during periods in Rural Area: A Survey By Dr. Dimple Ramani & Dr. Dhara R. doshi


*આજેપણ ગ્રામ્ય વિસ્તારોમાં 81% મહિલાઓ સેનેટરી પેડ નો ઉપયોગ કરતા ભય અનુભવે છે*

ડો.ડિમ્પલ રામાણી

ડો.ધારા આર.દોશી

*માસિકધર્મ વિષે ગ્રામ્ય સ્ત્રીઓમા આજે પણ અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ જોવા મળે છે.* 

આજે ભારત દેશનો વિકાસ ખૂબ થયો છે અને આધુનિક બનવા લાગ્યો છે છતાં અમુક ગામડાઓમાં આજેપણ ખોટો ભય અને અંધશ્રદ્ધા જોવા મળી રહ્યા છે. ગામડાઓમાં સર્વે કરતા માલુમ થયું કે આજેપણ 81% મહિલાઓ માસિકધર્મ વખતે સેનેટરી પેડનો ઉપયોગ કરતી નથી અને તેઓ ખોટી માન્યતાઓ ધરાવે છે. 

 ગ્રામ્ય વિસ્તારમાંથી હજુ રૂઢિચુસ્ત માન્યતાઓનું વલણ દૂર થતું નથી. ક્યાંક નવી નવી સમસ્યાઓ તો ક્યાંક ક્યાંક નવા નવા રોગો ની ઉત્પત્તિ. 

 

સ્ત્રીને જાગૃત કરવી એ ખૂબ જરૂરી છે. સ્ત્રી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવી પણ જરૂરી છે. છતાં કેમ હજુ કેટલીક સ્ત્રીઓ નિરાશ છે. અહીં સ્ત્રીના શરીરમાં થતા કુદરતી શારીરિક ફેરફારને લગતો એક સર્વે કરવામાં આવ્યો છે. અહીં આ સર્વેમાં કેટલી સ્ત્રીઓ સેનેટરી પેડ્સ નો ઉપયોગ કરે છે? અને કેટલી સ્ત્રીઓ આ પેડ્સનો ઉપયોગ નથી કરતી એ જાણવા આ સર્વે હાથ ધરાયેલો છે.માસિકધર્મ દરમીયાન સ્ત્રીઓએ સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવો જોઈએ આ બાબત કેટલાક લાંબા સમયથી ચાલી રહી છે. આજે પણ ગામડાની સ્ત્રીઓ માસિકધર્મના દિવસો દરમિયાન કપડાનો ઉપયોગ કરે છે. જેના કારણે તેઓને સ્વાસ્થ્ય સંબંધી ઘણી તકલીફો વેઠવી પડે છે.પીરીયડસ કે માહવારી દરેક સ્ત્રીને કિશોરાવસ્થાથી શરુ થઈ જાય છે. જેના શરીરમાં કોઈ સમસ્યા હોય એના સિવાય લગભગ દરેક સ્ત્રીને નિયમિત રીતે પીરીયડસ આવતા રહે છે. અને આ એક એવી વસ્તુ છે જેના વિષે લોકો ખુલીને વાત કરવામાં અચકાય છે. અને જો ભૂલથી આ બાબત પર ઘરવાળાની વચ્ચે વાત નીકળી જાય, તો લોકો તરત જ વાત બદલી નાખતા હોય છે.

 

તેમજ થોડા ઓછું ભણેલા લોકો આને મહિલાઓને થતી અસાધ્ય બીમારી સમજી બેસે છે. પણ અમે તમને જણાવી દઈએ કે, આ કોઈ બીમારી નથી પણ મહિલાઓના શરીરમાં થતી સામાન્ય પ્રક્રિયાનો એક ભાગ છે. પહેલા ભારતની ઘણી સ્ત્રીઓ પીરીયડસ દરમ્યાન એના માટે મળતા સેનેટરી પેડ વાપરવાની જગ્યાએ સાદા કપડાનો ઉપયોગ કરતી હતી.

 

પણ હવે ભારત દિવસે ને દિવસે આધુનિક થયા લાગ્યો છે, તો ઘણી મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ કરવાં લાગી છે. આ સેનેટરી પેડ કપડાની સરખામણીએ ઘણા સુરક્ષિત હોય છે. આમ તો તેમાં પણ થોડી ખામીઓ જરૂર છે. દાખલા તરીકે દરેક સ્ત્રીઓ એને ખરીદી નથી શકતી. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા દોશી અને ડો.ડિમ્પલ રામાણીએ 1323 બહેનોને રૂબરૂ મળીને માહિતી એકથી કરેલ.  અમુક સ્ત્રીઓને ગામડાઓમાં પૂછવામાં આવેલ પ્રશ્નો નીચે મુજબ હતા

 

1) માસિક સ્ત્રાવ વખતે તમે સેનેટરી પેડનો ઉપયોગ કરો છો?

જેમાં 81% સ્ત્રીઓ આ પેડનો ઉપયોગ કરતી નથી.

 

2) માસિક સ્ત્રાવના સમય દરમિયાન તમારા મૂડ કે વર્તનમાં કોઈ ફેરફાર જણાય છે?

જેમાં 72% સ્ત્રીઓના વર્તન કે મૂડમાં પરિવર્તન જોવા મળે છે એવું જણાવ્યું

 

3) સેનેટરી પેડ વિશેની જાણકારી છે?  

36% ગ્રામ્ય સ્ત્રીઓને પેડ વિશેની જાણકારી જં નથી.       

 

4) માસિકધર્મ દરમ્યાન આપની સાથેનો વ્યવહાર ઘરના લોકોનો કેવો હોય છે?  

45% મહિલાઓએ જણાવ્યું કે આ દિવસોમાં અમને રસોડામાં પ્રવેશ હોતો નથી. કોઈ ખૂણામાં બેસી રહીએ કેમ કે અમે બીજાને અડીએ તો આભડછેટ લાગે. પાંચ દિવસ અમે જાણે કેદી હોઈએ એવો અહેસાસ થતો હોય છે. અમારી બનાવેલ રસોઈ પણ ઘરના કોઈ જમે નહીં.        

 

5) આ સમયમાં સૂતક પાળવું જોઇએ એવું તમે માનો છો?  54% સ્ત્રીઓ જં પિરિયડ દરમ્યાન સૂતક પાળવાના પક્ષે છે. 27% સ્ત્રીઓએ જણાવ્યું કે અમે તો નથી માનતા એવામાં પણ મારા સાસુ સસરા અને ઘરના જક્કી છે માટે પાળવું પડે છે.

                     

*સેનેટરી પેડ્સ શા માટે નથી વાપરતા?*

- મોંઘા હોય તો કેમ લેવા

- દિવસમાં 4થી 5 વાર બદલવા ન પોસાય            - એવી વસ્તુ ઘરમાં ન રાખીએ માતાજીને સૂતક લાગે

- આ કુદરતી પ્રક્રિયા છે એમાં માનવીની બનાવેલી વસ્તુ શું કામ વાપરવી?

- અમારે તો ઉપયોગમાં લેવા હોય પણ ઘરનાનું માનવું એવુ કે કોથળામાં સુવાનું હોય આખો દિવસ ક્યાં બહાર જવું હોય કે તમારે આવા કપડાનો ઉપયોગ કરવો જોઈએ.

- આવું નવું નવું નીકળ્યા કરે બધું થોડું લેવા બેસાય?

- પહેલા તો આવુ કશું નહોતું લોકો કપડાનો ઉપયોગ કરે છે અને કરતા જ તો ત્યારે તો કશું ન થતું હવે જ રોગ થાય? આવુ સાંભળવું.

- અમારા ગ્રામ્ય વિસ્તારમાં પેડસનો ઉપયોગ કરતા જોવે તો કોઈ અમને બોલાવે નહિ, અને ઘરે પણ ન આવવા દે અને નિકાલ માટે કોઈ ઉપાય નથી, ગંદુ કહે એટલે ઉપયોગમાં લેતા વિચાર આવે.

- કોઈ જોવે  અને લેવા જતા શરમ આવે.

-પેડ્સ બહાર ફેંકવાથી તે પર્યાવરણને નુકસાન કરે છે એવુ કહી ઉપયોગ કરવા દેતા નથી.

- પેડસનો ઉપયોગ કરવાથી કોઈ રોગ થશે એવો ડર લાગે છે.

- તે પ્લાસ્ટિકનું બનેલું હોવાથી પ્રાઇવેટ પાર્ટસને નુકસાન પહોંચાડે એવુ વલણ

- ક્યાંક ગર્ભ ન રહે એનું ચેપ લાગી જાય તો શું કરવું?

 

*સેનેટરી પેડ્સ ઉપયોગ કરવાના ફાયદા*

 

 

– સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો છે કે તેનાથી કપડાં બેદાગ રહે છે. અને વારંવાર કપડાં ચેક કરવા પડતા નથી. શરમનો અનુભવ કરવો પડતો નથી.

-આ સ્ત્રીઓને લાંબા સમય સુધી સ્વચ્છ રાખે છે.  

-વર્કિંગ વુમનની કામ કરવાની ક્ષમતા ઘણી વધી જાય છે.

-કપડાંની સાથે ઇન્ફેક્શનનો ખતરો બનેલો રહે છે. જેના કારણે આગળ જતાં ગર્ભાશયમાં સોજો કે કેન્સર થવાની શકયતા ખૂબ વધી જાય છે.

-સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવાથી શરીરમાંથી કોઈ દુર્ગંધ આવતી નથી જેને કારણે તમારો મૂડ પણ સારો રહે છે.

- કોઈ પણ પ્રકારના ઇન્ફેકશનનો ડર ઓછો થઈ જાય છે.

- આ નેપકીન શરીરમાંથી થતા રક્તસ્ત્રાવને સૂકવવાનું કામ કરે છે.જેથી ભીનાશનો અનુભવ કરવા દેતું નથી.જેથી છોકરીઓનું ધ્યાન એ તરફ રહેતું નથી.

-  આરામ દાયક હોય છે જેથી બહેનોનેવધુ ટેંશન રહેતું નથી.

આ પેડસનો ઉપયોગ કરવાથી વારંવાર કપડાં ધોવા કે એવી કોઈ માથાકૂટ રહેતી નથી. ડાયરેક્ટ કચરાપેટીમાં જ નાખવાનું રહે છે.

- શારીરિક અને માનસિક રીતે હળવાશ અનુભવીએ છીએ.

-  ડાઘા કે કપડાં બગડવાનો તણાવ રહેતો નથી.

- બીજા કોઈપણ કામ સરળથી થઇ શકે છે.

- બહાર આવાન જાવનમાં કોઈ તકલીફ કે સમસ્યા લાગતી નથી. સરળતાથી બહાર ફરી શકીએ છીએ.     *મનોવિજ્ઞાન ભવન,  સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ.*

*વંશ વારસો આગળ વધારવા સ્ત્રીઓનું માસિક ધર્મમાં બેસવું જરૂરી છે એ કઈ પાપ નથી*

પિરિયડ્સ મા થવું એ સ્ત્રી હોવાપણાની નિશાની છે. બીજા ઘણી જગ્યાએ જયારે સ્ત્રી પ્રથમ વાર માસિક ધર્મમા બેસવાની શરૂઆત કરે છે ત્યારે તેને એક પ્રસંગની જેમ ઉજવવામાં આવે છે. જયારે સ્ત્રી કિશોરવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેનામાં શારીરિક પરિવર્તન થવા લાગે છે જે કુદરતી છે. આ જ શારીરિક પરિવર્તન છોકરીમાંથી સ્ત્રીપણાના લક્ષણો દર્શાવવા લાગે છે. ત્યારથી તે પરિપક્વ થઈ ગઈ છે તેમ માનવામા આવે છે. સ્ત્રી જો પિરિયડસમાં ન થાય તો પોતાનો વંશવેલો આગળ જતા અટકી જાય છે. જો એક સ્ત્રી પિરિયડસમાં ન થાય તો તેના પર નવા નવા આરોપો મુકવામાં આવે છે.આ કુદરતી ફેરફાર છે જે માનવ સર્જિત નથી. જ્યારથી સ્ત્રી માસિક ધર્મમા બેસવા લાગે છે એટલે કુદરતી હોર્મોનલ તફાવત જોવા મળે છે. જે સ્ત્રીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ સારી બાબત છે. ત્યારથી એક સ્ત્રીના લગ્ન સબંધિત ચર્ચા શરુ થાય છે.

 


Department: Department of Psychology

21-06-2021