ઓનલાઇન શિક્ષણથી માત્ર વિદ્યાર્થીઓ જ નહી, શિક્ષકો પણ તકલીફો અનુભવી રહ્યા છે.
વસરા રૂપલ અને ડૉ. હસમુખ ચાવડા
મનોવિજ્ઞાન ભવન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
કોરોના મહામારી દરમિયાન જ્યારે શિક્ષણ જગતને સાવચેતીના પગલા રૂપે ક્લાસરૂમ શિક્ષણ સમ્પુર્ણપણે બંધ કરવામા આવ્યુ છે ત્યારે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામા આવી રહ્યુ છે. આ ઓનલાઇન શિક્ષણ બાળકો માટે તો મુસ્કેલી જનક બન્યું છે પરંતુ આ સર્વેના આધારે એવુ પણ જાણવા મળ્યુ છે કે બાળકો સાથે સાથે શિક્ષકોને પણ ઘણીબધી મુશ્કેલીઓ પડે છે.
આ સર્વેમા કુલ 1740 શિક્ષકોએ પ્રતિક્રિયાઓ આપી હતી. જેમા 55.40% શિક્ષકો શહેરી વિસ્તારનાં અને 44.80% શિક્ષકો ગ્રામ્ય વિસ્તારથી સબંધિત હતા. તેમા 60.30% પુરૂષો અને 39.70% મહિલા શિક્ષકોએ પ્રતિક્રિયાઓ આપી હતી. આ સર્વેમાં પુછવામા આવેલ પ્રશ્નો અને તેના જવાબો નીચે મુજબ છે.
- શુ આપને ઓનલાઇન શિક્ષણમાં સંપુર્ણ સંતોષ થાયા છે ખરો? તેના જવાબમાં 91.40% શિક્ષકોએ ના કહી અને 8.60% શિક્ષકો એ હા કહી.
- ઘણાં વિદ્યાર્થીઓ પાસે મોબાઇલ ન હોય અથવા નેટવર્ક પ્રોબ્લેમનાં કારણે અભ્યાસથી વંચિત રહે છે તેની ચિંતા શિક્ષક તરીકે થાય છે? આ પ્રશ્નના જવાબમાં 97.70%એ હા કહી અને 2.30%એ ના કહી.
- શું ઓનલાઇન શિક્ષણમાં શિક્ષકો પોતાના વિષય-વસ્તુને ન્યાય આપી શકે છે ખરા? આ પ્રશ્નના જવાબમાં 86.20% શિક્ષકોએ જણાવ્યુ કે અમે અમારા વિષય-વસ્તુને ન્યાય આપી શકતા નથી અને 13.80%એ કહ્યુ કે અમે ન્યાય આપી શકીએ છીએ.
- શું ઓનલાઇન શિક્ષણમાં શિક્ષકોને એકલતાનો અનુભવ થાય છે? 89.70% શિક્ષકોએ હા કહી અને 10.30% શિક્ષકોએ ના કહી.
- શિક્ષક તરીકે રૂબરૂ કાર્યમાં થતો હોય તેવો સંતોષ ઓનલાઇન શિક્ષણમાં થાય છે ખરો? આ પ્રશ્નના જવાબમા 96.60% શિક્ષકોએ ના કહી અને 3.40% શિક્ષકોએ હા કહી.
- શું ઓનલાઇન શિક્ષણમાં હોમવર્કની કે અભ્યાસની સંપુર્ણ ચકાસણી થઇ શકે છે? 95.40% શિક્ષકોએ ના કહી અને 4.60% શિક્ષકોએ હા કહી.
- શું શિક્ષક તરીકે તમને એવુ લાગે છે કે ઓનલાઇન શિક્ષણમાં પ્રશ્નનો સાચો જવાબ નથી મળતો અને સમય વેડફાય છે? આ પ્રશ્નના જવાબમાં 83.90% શિક્ષકોએ હા કહી અને 16.10% શિક્ષકોએ ના કહી.
- ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓને રસ પડતો હોય તેવુ તમને લાગે છે? 86.80% શિક્ષકોએ ના કહી અને 13.20% શિક્ષકોએ હા કહી.
- ઓનલાઇન વ્યાખ્યાન લેવામાં શિક્ષક તરીકે આપને કંટાળાનો અનુભવ થાય છે? આ પ્રશ્નના જવાબમા 60.30% શિક્ષકોએ હા કહી અને 39.70% શિક્ષકોએ ના કહી.
- ઓનલાઇન શિક્ષણમાં તમે જે ભણાવો છો તે વિદ્યાર્થીઓને સમજાય જાય છે તેવું તમને લાગે છે? 67.20% શિક્ષકોએ ના કહી અને 32.80% શિક્ષકોએ હા કહી.
- શું શિક્ષક તરીકે તમને એવુ લાગે છે કે સ્કુલો ઝડપથી ખુલવી જોઇએ કે જેથી બાળકો સાથે લાઇવ કોંટેક્ટમાં આવીને યોગ્ય અભ્યાસ કરાવી શકાય? 90.80%એ હા કહી અને 9.20%એ ના કહી.
- ઓનલાઇન શિક્ષણમાં તમારા કુલ વિદ્યાર્થીઓમા કેટલા ટકા વિદ્યાર્થીઓ કનેક્ટ થઇ શકે છે? આ પ્રશ્નના જવાબમાં
54.60% શિક્ષકોએ કહ્યુ 25%
28.20% શિક્ષકોએ કહ્યુ 50%
15.50% શિક્ષકોએ કહ્યુ 75% અને
1.70% શિક્ષકોએ કહ્યુ કે 100 %
- ઓનલાઇન શિક્ષણમાં જોડાવુ ન પડે તે હેતુથી વિદ્યાર્થીઓ શિક્ષકોના નંંબર બ્લોક લીસ્ટમાં નાખી દીધા હોય તેવી કોઇ ઘટના આપને જોવા મળી છે? આ પ્રશ્નના% જવાબમાં 29.30% શિક્ષકોએ હા કહી અને 70.70% શિક્ષકોએ ના કહી.
- તમારી સામે કોઇ એવી ઘટના સામે આવી છે કે જેમા વિદ્યાર્થી વ્યાખ્યાન ન ભરીને કોઇ અન્ય પ્રવૃતિઓ કરતો હોય? 65.50% શિક્ષકોએ હા કહી અને 34.50 શિક્ષકોએ ના કહી.
- ઓનલાઇન શિક્ષણનાં કારણે વિદ્યાર્થીઓની એકાગ્રતામાં ઘટાડો આવ્યો હોય અને તમે વ્યક્તિગત ધ્યાન ન આપી શકતા હોવ તેવું તમને લાગે છે? 90.20%એ હા કહી અને 9.80% શિક્ષકોએ ના કહી.
- ઓનલાઇન શિક્ષણમાં તમને એવુ લાગે છે કે તેમા વન-વે પ્રોસેસ થાય છે. અથવા તો વિદ્યાર્થીઓ ધ્યાન આપતા નથી? આ પ્રશ્નના જવાબમાં 89.10% શિક્ષકોએ હા કહી અને 10,90%એ ના કહી.
- વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણમાં જોડાવા ઇચ્છતા નથી અને વિદ્યાર્થીઓને કંટાળો આવતો હોય તેવુ તમને લાગે છે? 88.50% શિક્ષકોએ હા કહી અને 11.50% શિક્ષકોએ ના કહી.
- ઓનલાઇન શિક્ષણનાં કારણે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આઇ-કોન્ટેક્ટ જળવાતો નથી એટલે શિક્ષક અને બાળકો વચ્ચે આત્મીયતા કેળવાતી નથી, તેવુ તમને લાગે છે? આ પ્રશ્નના જવાબમાં 88.50% શિક્ષકોએ હા કહી અને 11.50% શિક્ષકોએ ના કહી.
- ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓ શુ સમયસર જોઇન્ટ થઇ શકે છે? 74.70%એ ના કહી અને 25.30%એ હા કહી.
- ઓનલાઇન શિક્ષણનાં કારણે વિદ્યાર્થીઓનું મુલ્યાંકન મર્યાદિત બની જતુ હોય તેવુ તમને લાગે છે? 93.10% શિક્ષકોએ હા કહી અને 6.90% શિક્ષકોએ ના કહી.
- વિદ્યાર્થી ઘરે હોય એટલે એમને શૈક્ષણિક કાર્ય કરવુ ગમતુ નથી, એવુ તમને લાગે છે? 86.80%એ હા કહી અને 13.20%એ ના કહી.
- ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થી પ્રશ્ન પુછવામાં કે વાત કરવામા સંકોચ અનુભવતો હોય તેવુ તમને લાગે છે? આ પ્રશ્નના જવાબમા 69% શિક્ષકોએ હા કહી અને 31% શિક્ષકોએ ના કહી.
- જે વિષય કે પ્રેક્ટીકલ બાળકોને પ્રત્યક્ષ સમજાવવાનાં હોય તે બાબત ઓનલાઇન સમજાવી શકય છે? આ પ્રશ્નના જવાબમાં 86.80%એ ના કહી અને 13.20%એ હા કહી.
આ સર્વેમા શિક્ષકો તરફથી આવેલ અન્ય સમસ્યાઓ અને મંતવ્યો
- વિદ્યાર્થીઓને ઓનલાઈનમાં રસ ઓછો પડે છે તેથી ઓનલાઇન શિક્ષણ બંધ કરો.
- વિદ્યાર્થી પાસે સ્માર્ટ મોબાઈલ કે નેટ નથી હોતું તેથી સ્કૂલ ચાલુ થવી જોઈએ.
- ઓનલાઇન અભ્યાસ માં મારી મુખ્ય સમસ્યા એ છે કે શાળાના મોટા ભાગના વિધ્ય પાસે મોબાઈલ નથી અને તેમને સમયસર વાલી પાસેથી મોબાઈલ મળતો નથી ગામડામાં નેટવર્ક નો પણ પ્રશ્ન છે વાલીની આર્થિક સ્થિતિ પણ નબળી હોઇ સરકારી શાળાના બાળકોને ઘણી મુશ્કેલીઓ પડે છે છતાં આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નિયમિત ઓનલાઇન અભ્યાસ ચાલુ છે
- દરરોજ એકજ રીતે લેક્ચર ભરવા પડે કૉલજ જતા હોઇતો કંઇક નવીન થઈ
- શાળા ઓ હવે શરૂ કરી દેવી જોઇએ ભલે તેમાં ઓડ ઈવન ફોર્મ્યુલા થી શરુ કરવી પડે.
- ઓનલાઈન શિક્ષણથી બધા બાળકોનું મૂલ્યાંકન શક્ય નથી, ઇન્ટરનેટ પર અન્ય ન જોવા જેવી માહિતી જોતું થઈ જશે, આવનાર સમયમાં બાળકને સ્કૂલ સાથે સંપર્કમાં લાવતા સમય લાગશે, અક્ષર, પરીક્ષા સમયે ટાઈમ મેનેજમેન્ટ નહીં કરી શકે, તો વહેલી તકે સ્કૂલ ખુલે તે જ બાળક, વાલી અને શિક્ષકો માટે હિતાવહ રહેશે.
- બાળકો સામે ન હોય તો અમે એકલા વાત કર્તા હોય આવુ લાગે. અભ્યાસ સારી રીતે કરવા સ્કુલ યોગ્ય ઞણાય
- અપડેટ રહેવુ જરુરી છે.
- માત્ર શાળા માં જ કોરોના જ ફેલાય છે બીજા કોઈ કાર્ય માં નઈ
- ઓનલાઈન માં વિદ્યાર્થીઓ અને શિક્ષકો નું કઈ મહત્વ નથી રહેતું
- શિક્ષણ એ મુક્ત વાતાવરણમાં પાંગરતી નૈસર્ગિક પ્રક્રિયા છે. માટે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈનનું બંધન નહીં પણ મુક્ત વાતાવરણ જ કેળવણીનું ઉજળું આચમન છે,તકનીકી છે , માધ્યમ છે .
- ગરીબ પરિવારની ઘણી વિદ્યાર્થિનીઓ એન્ડ્રોઇડ મોબાઈલ જ નથી ધરાવતી તો ઓનલાઈન અભ્યાસ ક્યાંથી સંપૂર્ણ પણે અમલી બને ??
- કોણ કેટલો રસ લે છે તે ખ્યાલ આવતો નથી
- ઘણી વખત એવું બને છે કે જે વિધાર્થીઓ આજે જોઈન થયા હોય એ કાલે જોઈન ના થાય ને વર્ગના બીજા વિદ્યાર્થીઓ જોઈન થાય છે ત્યારે એક જ ટોપિકને વારંવાર ભણાવવો પડતો હોય છે...
- જો ઓનલાઇન બધું જ શિક્ષણ સફળ હોત તો ઈન્ટરનેટ પર માહિતીનો ભંડાર છે શાળાઓની શું જરૂર ??
- વિદ્યાર્થીઓ આળશું પ્રકૃતિ ધરાવતા થઈ ગયા છે તેમજ ફિઝિકલ ગ્રોથમાં પણ નોંધ પાત્ર ઘટાડો જોવા મળ્યો છે ઉપર છલો અભ્યાસ કરે છે. મારુ અંગત મંતવ્ય એ છે કે રૂબરૂ અભ્યાસ જેવું તો ન થાઈ રૂબરૂ માં જ બધાનું પ્રત્યક્ષ કે પરોક્ષ હિત સમાયેલ છે.
- ઓનલાઓન શિક્ષણ એ સમગ્ર શિક્ષણ જગત માં એક ઉમદા કાર્ય થઈ રહ્યું છે પરંતુ ફાયદા કરતા નુકસાન અઢળક થઈ રહ્યું છે 1 આર્થિક રીતે 2 માનસિક રીતે 3 આત્મીયતા ની રીતે 4 શારીરિક રીતે 5 આત્મચિંતન ની રીતે . ઘણી બધી રીતે ...
- હાજરી ઓછી, બહાના બતાવા, નેટવર્ક સમસ્યા વગેરે. ગેરહાજરી ના લીધે વધારે કામ આપી ન શકાય.
Department:
Department of Psychology
10-06-2021