psychological article on hoarding by Dr. Hasmukh Chavda & Dr. Dimple Ramani

બિનજરૂરી વસ્તુઓનો કારણ વગરનો સંગ્રહ માનસિક અસ્થિરતા પેદા કરે છે

 

ડો. ડિમ્પલ રામાણી અને ડૉ. હસમુખ ચાવડા

ધામેલીયા અર્પિતા ( M. આ. વિદ્યાર્થી )

મનોવિજ્ઞાન ભવન

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી

રાજકોટ..

 

અકારણ ડર,   અકારણ ભય અને ભવિષ્યની અવાસ્તવિક  ચિંતા માણસને કંજૂસ,  સંગ્રહખોર અને નિષ્ઠુર બનાવે છે.

ડો.ડિમ્પલ રામાણી & અર્પિતા.

 

કોરોનાએ લોકોને સંગ્રહવૃત્તિખોર બનાવી દીધા...લોકોમાં જોવા મળતી માનસિક અસ્થિરતા.

ડૉ. હસમુખ ચાવડા

 

જ્યારથી કોરોના આવ્યો અને લોકડાઉન આવ્યું ત્યારથી લોકો એટલા બધા ગભરાય ગ્યા છે કે લોકો પોતે શું કરે છે એની પણ ખબર રહેતી નથી. લોકો પોતાની માનસિક અસ્થિરતા ગુમાવી રહ્યા છે ત્યારે લોકોને કોરોનાએ સંગ્રહવૃત્તિખોર બનાવી દીધા. સંગ્રહ કરવો એ વૃત્તિ સારી પણ અકારણ સંગ્રહ કરવો એ એક પ્રકારની વિકૃતિ છે. અહીં સંગ્રહખોરવૃતિ એટલે અકારણ વસ્તુઓ કે ચીજ વસ્તુઓ અથવા જીવન જરૂરિયાત વસ્તુઓનો સંગ્રહ કરવો. જેની જરૂર નથી, પડી પડી વસ્તુઓ બગડી જાય છે એવુ લોકો માંને છે છતાં લોકો વસ્તુઓનો સંગ્રહ કરવા લાગ્યા છે.

 

કોરોનાની મહામારીમા લોકોએ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો જેમ કે લોકડાઉનમાં આર્થિક સમસ્યાઓ, સુખ-સુવિધાની સમસ્યાઓ, ચીજવસ્તુઓ પુરતા પ્રમાણમાં ન મળવાની સમસ્યાઓ, હોસ્પિટલમા સમયસર સારવાર ન મળવાની સમસ્યાઓ, ઓક્સિજન, વેન્ટીલેટર કે બેડ ન મળવાની સમસ્યાઓ, વાહન વ્યવહારની ન થઈ શકવાની સમસ્યાઓ, મજુરવર્ગની સમસ્યાઓ જેવી અનેક સમસ્યાનો સામનો લોકોએ વાસ્તવિક રીતે કર્યો છે તેથી તેની અસર તેના માનસપટ પર બહુ ગહેરી પડી છે. આ માનસિકતાને લઇને લોકો એવુ વિચારી રહ્યા છે કે આપણે ભવિષ્યમાં આવી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેથી આપણે જીવન જરૂરી અને આવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરી લઈએ. પરંતુ આપણુ મન બહુ ચંચળ છે તેને તમે થોડુ આપશો તો તે વધારે માંગશે તેથી અમુક વસ્તુઓનો પર્યાપ્ત માત્રામા સંગ્રહ કરી લીધો હોવા છતા તેની માંગ કરે છે અને વ્યક્તિ ધીરેધીરે સંગ્રહખોરી તરફ વળવા લાગે છે.

 

     આજ સુધી લોકો મરી મસાલા એક એક વર્ષના ભેગા કરતા એ વાત સમજાતી પરંતુ હવે તો લોકો નાની નાની બાબાતને લઈને લોકો એટલા બધા ચિંતિત થઇ ગ્યા કે લોકો માત્ર પોતાનું જ વિચારવા લાગ્યા. કોઈ બીજાનું ન વિચારતા લોકો કરિયાણાની દુકાને જઈને એવી રીતે ખરીદી કરવા લાગ્યા જાણે હવે પછી ક્યારેય કોઈ વસ્તુ મળવાની જ નથી.

 

       હાલ વાવાઝોડાનું વાતાવરણ અને કોરોનાનો વધતો જતો કહેરના સમાચાર સાંભળ્યા ત્યારે ફરીથી ભયભીત થઈને લોકો અકારણ ડર અને અકારણ ભય અનુભવી રહ્યા છે ત્યારે લોકો પોતાના ભવિષ્યની ચિંતા કારણ વગરની કરે છે અને કોઈ ને કોઈ વૃત્તિ તરફ આગળ વધે છે. ભવિષ્યની અકારણ ચિંતા માણસને કંજૂસ અને સંગ્રહખોર બનાવી દે છે. આ ભય ઉત્પન્ન થવાને કારણે લોકો અકારણ વસ્તુઓની ખરીદી કરવા લાગ્યા જેમ કે -

 • વધારે લોટ દળીને ભેગો કરવો
 • તેલનો જથ્થો એકત્રિત કરવો
 • શાકભાજી બગડી જાય છતાં ભેગું કરવું
 • નાસ્તાની ખરીદી તો જાણે લોકો એવી રીતે કરે કે ભવોભાવના ભૂખ્યા હોય
 • વ્યસની લોકો વ્યસનની વસ્તુઓ ભેગી કરે....દા ત. સોપારી, ચૂનો, તમાકુ, માવા, પાન -ફાકી, દારૂ વગેરે જેવી વસ્તુઓ 
 • પેટ્રોલ ડીઝલ બોટલમાં ભરી રાખવા
 • દવાઓનો જથ્થો એકઠો કરવો
 • સેનિટાઇઝર કે માસ્ક લઈને રાખી મુકવા
 • ઠંડુ પીણું ફ્રીઝમાં રાખી મૂકવું

 

આવી વસ્તુઓ ભેગી કરી જાણે લોકો બીમારીને કે કોઈ રોગને અટકાવવા માંગતા હોય, રોકી રાખવા માંગતા હોય એવુ લાગ્યું. હાથે કરી વાસી ખોરાક ખાઈને તબિયત બગાડવી એવુ આજકાલ લોકો સમજતા બંધ થઇ ગ્યા. આ પરિસ્થિતિએ લોકોની માનસિકતા બદલી નાખી

 

આવી માનસિકતા ધરાવવા પાછળનું કારણ :-

 

 • પોતાના અસ્તિત્વનો ભય
 • મૃત્યુ ભય
 • ખોટી અફવાઓથી થતો ડર
 • પછી મને કાંઇ મળશે નહી તેવુ વલણ

 

સંગ્રહખોરથી પીડીત વ્યક્તિ વસ્તુઓની ખરીદીથી છુટકારો કેમ મેળવવો જેવા વિચારથી તકલીફ અનુભવે છે. તેમા વસ્તુના વાસ્તવિક મૂલ્યને ધ્યાનમાં લીધા વિના, વસ્તુઓનો અતિશય સંચય કરવામા આવે  છે. ઉદાહરણ તરીકે એક મહિલાનો કોલ બીજા લોકડાઉન દરમિયાન મનોવિજ્ઞાન ભવનમા આવેલો. તેમને જણાવ્યું કે મારા પતિ, આ લોકડાઉન ગમે ત્યારે થશે એવા ભયના કારણે કેટલીય વસ્તુ લઇ આવ્યા છે, બીડી 50 નંગ, સિગરેટ ચાર-પાંચ જાતની બધાના 20 નંગ, 1000 ફાકીઓ,   તમાકુઓ  લઈ આવ્યા છે, અને રોજ હિસાબ કરે છે કે જો લોકડાઉન થશે તો હુ કેટલા ભાવે વેચીશ, મને કેટલો નફો મળશે, મને એવુ થાય છે કે એ ગાંડા ન થઈ જાય કાઇક આનો ઉપાય બતાવો. તો લોકો આવી રીતે પોતાના ફાયદા કે નુકશાનનુ ન વિચારીને અકારણ વસ્તુઓનો સંગ્રહ કરે છે અને તેમાજ રચ્યા-પચ્યા રહે છે અને બીજા લોકો માટે મુશ્કેલીઓ પેદા કરે છે. 

 

લક્ષણો:

1. વધુ પડતી વસ્તુઓ મેળવવી અને સંગ્રહિત કરવી, રહેવાની જગ્યાઓમાં ધીરે ધીરે મુશ્કેલીઓનું નિર્માણ અને વસ્તુઓ કાઢવામા થતી મુશ્કેલી સામાન્ય રીતે સંગ્રહખોરીના પ્રથમ સંકેતો કે લક્ષણો છે, જે ઘણીવાર કિશોર વયે અથવા પ્રારંભિક પુખ્ત વયના વર્ષોમાં સપાટી પર આવે છે.

 

2. જેમ જેમ વ્યક્તિને તકલીફ થતી જાય છે, તેમ તે અસામાન્ય રીતે તે વસ્તુઓ પ્રાપ્ત કરવાનું શરૂ કરે છે જેની કોઈ તાત્કાલિક જરૂરિયાત અથવા માંગ હોતી નથી.

 

3. સંગ્રહખોરીની સમસ્યાઓ ધીમે ધીમે સમય સાથે વિકાસ પામે છે અને તે એક પ્રકારનુ ખાનગી વર્તન હોય છે. મોટે ભાગે અન્ય લોકોના ધ્યાન સુધી પહોંચે ત્યાં સુધી વિકસિત થાય છે.

 

4. અહી વ્યક્તિને વસ્તુઓ સાચવવાની જરૂરિયાત લાગે છે, અને તેને કાઢી નાખવાના વિચારથી નારાજ થાય છે.

 

5. અસ્પષ્ટતા, સંપૂર્ણતાવાદ, અવગણના, વિલંબ, યોજના અને આયોજનની સમસ્યાઓ તરફી વલણ દાખવવું. 

 

6. અસામાન્ય રીતે વધુ પડતા બિનસલાહભર્યા ખોરાક અથવા કચરાનું નિર્માણ કરવું.

 

7. જેઓ તમારા ઘરમાંથી મુશ્કેલીઓ ઘટાડવાના કે દૂર કરવાનો પ્રયાસ કરે છે તેની સામે વિરોધ

 

8. વસ્તુઓનું આયોજન કરવામાં મુશ્કેલી, ક્યારેક ગડબડમાં મહત્વપૂર્ણ વસ્તુઓ ગુમાવવી

 

 

સંગ્રહખોરી લોકો સામાન્ય રીતે વસ્તુઓને સાચવે છે કારણ કે:

 

 • તેઓ માને છે કે આ વસ્તુઓ અનન્ય છે અથવા ભવિષ્યમાં કોઈ સમયે તેની જરૂર પડશે
 • જ્યારે તેઓ સાચવેલી વસ્તુઓથી ઘેરાયેલા હોય ત્યારે તેઓ સુરક્ષિત છે તેવુ માને છે. 
 • તેઓ કંઈપણ વેડફવા માંગતા નથી

 

 

જોખમ કારક પરિબળો:

 

સંગ્રહખોરી સામાન્ય રીતે 11 થી 15 વર્ષની આસપાસ શરૂ થાય છે, અને તે વય સાથે વધુ ખરાબ થવાનું વલણ ધરાવે છે. નાના પુખ્ત વયના લોકો કરતા વૃદ્ધ વયસ્કોમાં સંગ્રહખોરી સામાન્ય છે. આ વૃતિના જોખમનાં પરિબળોમાં શામેલ છે:

 

વ્યક્તિત્વ : ઘણા લોકો કે જેઓ સંગ્રહખોરીની વિકૃતિ ધરાવે છે તેમનો સ્વભાવમા અસ્પષ્ટતા શામેલ હોય છે. ત્યા સુધી કે તેમને એ સંગ્રહનો કોઈ સ્પષ્ટ કે વાસ્તવિક ઉત્તર આપી શકતા નથી. 

 

મનોભાર જનક પરિસ્થિતિ : કેટલાક લોકો તણાવપૂર્ણ જીવનની ઘટનાનો અનુભવ કર્યા પછી સંગ્રહખોરી વિકસાવે છે, જેમ કે તેઓને કોઇ પરિસ્થિતીનો સામનો કરવામાં મુશ્કેલી આવી હોય, જેમ કે કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ, છૂટાછેડા, ઘરમાંથી કાઢી નાખવું અથવા આગમાં સંપત્તિ ગુમાવવી.

 

અવાસ્તવિક ભય: જે લોકોએ વાસ્તવિક રીતે અમુક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો ન કર્યો હોવા છતા અન્યની મુશ્કેલીઓને જોઇને પોતે સંગ્રહખોરી વિકસાવી લે છે. દા.ત. મહામારી દરમિયાન ઘણા લોકોએ ઓક્સિજનના બાટલાઓનો સંગ્રહ કરેલો. 

 

અન્ય માનસિક વિકૃતિઓ થવાની શક્યતાઓ :

જયારે માણસને અસ્તિત્વનો ભય લાગવા લાગે છે ત્યારે વ્યક્તિ અનેક શારીરિક અને માનસિક બીમારીનો ભોગ બંને છે.

 • ખિન્નતા
 • ચિંતા વિકૃતિ
 • અનિવાર્ય ક્રિયા દબાણ વિકૃતિ
 • અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ 
 • ધ્યાન એકાગ્રતામા મુશ્કેલી
 • સતત ટેંશન
 • મૃત્યુ ભય
 • તણાવ
 • હતાશા
 • નિરાશા

 


Department: Department of Psychology

10-06-2021