Need of family Support: A Research by Purohit Ami & Dr. Dhara R. Doshi


*પારિવારિક હૂંફસ્નેહ અને સલામતી મળે તો કોરોનાના દર્દી જલ્દી સ્વસ્થ થઇ શકેસ્નેહ પ્રેમ અને માવજત રોગને  જલ્દી મટાડે છે, પરિવાર થી માનસિક સધિયારો મળે છે.*

 

પુરોહિત અમી, વિદ્યાર્થી,

ડો.ધારા આર.દોશી, અધ્યાપક,મનોવિજ્ઞાન ભવન

 

હાલની પરિસ્થિતિ માં જોઈએ તો મોટા ભાગના લોકો માનસિક રીતે નબળા બનવા લાગ્યા છે. આવા સમયે લોકોને પોતાના પરિવારજનો તથા મિત્રોના સહકાર ની અને હૂંફની સતત જરૂરિયાત રહે છે.આવા એકલતા ભર્યા સમયમાં જો કોઈ વ્યક્તિ કોરોના ની બીમારી થી પીડાતો હોય,અને તેવામાં જો તેમને આવો માનસિક સહકાર ન મળે તો તેઓ વધુ એકલતાનો ભોગ બને છે.

મનોવિજ્ઞાન ના દ્રષ્ટિકોણથી એક વિશ્લેષણ *પુરોહિત અમી દ્વારા ડો.ધારા આર. દોશી* ના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું કે જે વ્યક્તિઓ કોરોના સંક્રમિત થઈ , હોસ્પિટલ માં દાખલ થયા હોય તેઓના અને તેમના સ્વજનોના આશરે 1323 વ્યક્તિઓને બે સવાલ પૂછવામાં આવ્યા હતા.     

1. શુ તમને એવું લાગી રહ્યું છે કે કોવિડને કારણે જે દર્દી હોસ્પિટલમાં દાખલ હોય તેની પાસે તેના એક કુટુંબના સભ્યને  સાથે રાખવાથી દર્દીને એક સપોર્ટ મળી રહે??

આ સવાલમાં 94.50% એ જણાવ્યું કે હા પરિવારના સભ્યની હાજરી હોવી જોઇએ અને 5.50% એ કહ્યું કે જે નિયમ છે તૅ બરાબર છે.                               

 2. શુ કોવિડ કરતા દર્દીજે એકલતા અનુભવે છે તેના કારણે વધુ બીમારી અનુભવે છે?? આના જવાબમાં 98% એ જવાબ હા કહ્યો કે પરિવારની ગેરહાજરીથી બીમારી માંથી જલ્દી સાજા થતા નથી અને 2% એ ના કહી..    

 આ બે મુખ્ય પ્રશ્નને આધારે તારણ કાઢી શકાય કે જો *સંક્રમિત થયેલ દર્દી પાસે કોરોના અંગે ની સંપૂર્ણ સાવચેતી રાખી અને એક સભ્ય ને તે દર્દીની સાર - સંભાળ માં  તેની સાથે રાખવામાં આવે તો દર્દી નાં સાજા થવાની શકયતાઓ બમણા પ્રમાણમાં વધી શકે છે*.

 

 

  

*કઈ રીતે અસર કરે છે કુટુંબીજનોનો સાથ*

વ્યક્તિ સમાજમાં રહેવા ટેવાયેલ છે. એકલતા એને અંદરથી કોરી ખાય છે. એવા સમયે એક તો બીમારી ને બીજું કુટુંબનું જ્યારે કોઈ સભ્ય સાથે ન હોય તો એ પરિસ્થિતિ વિકટ બની રહે છે. અમુક કિસસાઓમાં તો કોરોનાનું  સાવ નહિવત પ્રમાણ હોય છતાં તે જો મન થી ભાંગી પડ્યા હોય તો તેના મૃત્યુની શક્યતા વધુ રહે છે.

આવા સમયે કુટુંબની હૂંફ ખૂબ જરૂરી છે. આવા સંજોગોમાં તેમનાં ઘરનાં સભ્યો  દર્દીની સાથે રહેવા અને તેમની એકલતા દૂર રાખવા માટે PPE કીટ પહેરી જો દિવસમાં એક કે બે વખત મળી શકે તો દર્દીને એક સપોર્ટ મળી શકે. એક વેલ એડ્યુકેટેડ ઓફિસરે તો એવું પણ કહ્યું કે ppe કીટની પણ જરૂર નથી બસ પરિવાર ના સદસ્યોં મળતા રહે છે તો હિંમત મળે છે અને કોરોના સામે આસાનીથી જીતી શકાય છે.

એકલતા એ વ્યક્તિને માત્ર માનસિક રીતે નહીં પણ ક્યાંક ને ક્યાંક શારીરિક રીતે પણ અસર કરે   છે એકલતા થી ઘણા  ગંભીર રોગ થાય છે  અથવા થયેલા રોગોને ગંભીર બનાવવામાં પણ એકલતા  ભાગ  ભજવે છે . મનોવિજ્ઞાનના  સંશોધન જણાવે  છે. કે જેઓના મિત્રો કે પરિવારોના સભ્યો દ્વારા જે સહિયારો મળતો હતો તેની તુલનાએ જે લોકો આવા સહકારથી વંચિત હોય તેમનામાં  મૃત્યુનું પ્રમાણ ખૂબ જ વધુ છે.  

આવી એકલતાને લઈને વ્યક્તિમાં સતત તણાવ ઉત્પન્ન થાય છે. શરીરમાં કોર્ટીસોલ નામના હોર્મોનને લીધે તણાવ ઉદ્ભવે છે આવા હોર્મોનના વધુ પડતાં  સ્ત્રાવથી સોજો કે બળતરા જેવા રોગો સંભવી શકે છે.

 

વળી, બધા જ લોકોનું મનોબળ એકસરખું હોતું નથી કેટલીક વ્યક્તિઓ પોતાના સ્વબળ દ્વારા પણ સ્વસ્થ થતાં હોય છે પણ જેઓ  મનથી નબળા હોય તેમનામાં   એકલતા ની  ખૂબ જ નકારાત્મક અસર જોવા મળે છે. કેટલીક વાર હોસ્પિટલમાં રહેલ દર્દી પોતાના મનની વાત કે તેની જરૂરિયાત  ડોક્ટર કે નર્સોને ખુલ્લા મનથી કહી શકતા હોતા નથી.

 

જો કુટુંબની વ્યક્તિ ત્યાં મળી શકે તો દર્દી પોતાની જરૂરિયાત તેમને કહી શકે એકલતાના લીધે શરીરમાં સોજો ચડવો, બળતરા થવી કે વધુ પડતા વિચારો આવવા વગેરે જેવા લક્ષણો ઉદ્ભવે છે જેના લીધે વ્યક્તિની ઊંઘ પર પણ અસર થતી હોય છે વળી સામાન્ય રીતે વ્યક્તિને ૭ થી ૮ કલાકની નિયમિત ઊંઘ ની આવશ્યકતા રહે છે જો વ્યક્તિની જરૂરિયાત પૂર્ણ ન થાય તો અનેક શારીરિક ની સાથે માનસિક રોગ થવાની સંભાવના વધી જાય છે.

 

છતાં ક્યારેક હાથમાં શાંતિ અને આરામ માટે થોડા સમય માટે એકાંત  પણ જરૂરી છે પરંતુ આ જો કાયમ કે લાંબા સમય સુધી રહે ત્યારે માનસિક રૂપે બીમારી થાય છે.

આવા સમયે સામાન્ય વાતચીત પણ ઘણી વિધાયક અસર કરી જતી હોય છે.

કુટુંબની વ્યક્તિ જો દિવસમાં એક બે વખત પણ મળી શકે તો દર્દી ઘણી રાહત અનુભવે છે.

*સર્વે દરમિયાન મળેલ મંતવ્યો*

#મેં મારા ભાઈ અને પિતા ને તડપતા સાંભળ્યા છે અમને મળવા માટે. જો એક વખત પણ મળવા દે તો ઘણો સપોર્ટ મળી રહે.

# દવા કરતા પણ ક્યારેક વ્યક્તિનો સાથ સહકાર ઓક્સિજન જેવું કામ કરી જાય છે.

# સગાઓ ને સતત ચિંતા રહેતી હોય છે કે હોસ્પિટલમાં રહેલ તેંમની વ્યક્તિ શુ કરતી હશે?

# જેમને મોબાઈલ આવડે છે તેઓ તેના દ્વારા સંપર્ક માં રહી શકે પણ એવા વડીલો જેને કઈ નથી આવડતું એ કોરોના કરતા એકલતા માં મરી જાય છે.

# આ દુનિયામાં કોઈ કોઈનું નથી છતાં પરિવાર ભાવના જડીબુટ્ટીનું કામ કરતી હોય છે.

 


Department: Department of Psychology

21-06-2021