Application of regular Sports Training Program

Due to Corona Pendamic Sardar Patel sports complex will closed up to 30th June 2020

 

https://forms.gle/qgDc84c5BCgH4Rr96

 

-: શારીરિક શિક્ષણ વિભાગ આયોજીતવિવિધ રમતોનાં નિયમિત તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવાના નિયમો :-

(૦૧)

દરેક તાલીમાર્થીએ પોતાની રમતની દરેક પ્રવૃતિઓમાં ફરજીયાત સક્રિય ભાગ લેવાનો રહેશે.

(૦૨)

ફોર્મ સાથે જરૂરી પ્રમાણપત્ર તેમજ ફોર્મ સાથે નિયત કરેલ રમતની ફિ શારીરિક શિક્ષણ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે રૂબરૂમાં જમા કરાવવાની રહેશે.

(૦૩)

તાલીમાર્થીએ ફોર્મ સાથે ડોક્ટરનું સંક્રમિત કે ચેપી રોગ ધરાવતા નથી તેવું ફિટનેશ સર્ટિફીકેટ ફરજીયાત જોડવું.

(૦૪)

તાલીમાર્થીએ આયોજકોએ નક્કી કરેલ સમય દરમ્યાન હાજરી આપવી ફરજીયાત છે.

(૦૫)

દરેક તાલીમાર્થીએ જે- તે રમતને અનુરૂપ ગણવેશમાં જ હાજર રહેવાનું રહેશે.

(૦૬)

સતત ત્રણ દિવસ પૂર્વ મંજુરી સિવાય ગેરહાજર રહેનાર તાલીમાર્થીએ ફરજીયાત વાલીને સાથે લઈને આવવાનું રહેશે.

(૦૭)

તાલીમાર્થીએ પાન, બીડી, તમાકુ, ગુટખા વગેરે ખાવાની સખ્ત મનાઈ છે. જે તાલીમાર્થીએ આવી પ્રવૃત્તિ કરતાં પકડાશે તેની પાસેથી દંડ વસુલી તથા શિસ્તભંગના પગલા લેવામાં આવશે.

(૦૮)

તાલીમાર્થી દ્વારા કોઈપણ સ્થાવર મિલકત કે રમત-ગમતમાં સાધનોને નુકશાન પહોચાડવામાં આવશે તો નુકશાનની રકમ અને દંડ વસુલવામાં આવશે.

(૦૯)

તાલીમાર્થી દ્વારા ચારિત્ર્યનાં પ્રશ્નો ઉપસ્થિત થશે તો તેનો પ્રવેશ તાત્કાલિક રદ કરવામાં આવશે.

(૧૦)

કોઈપણ કોચ (તાલીમ આપનાર) સામે ખરાબ વર્તુણક કે ગેરશિસ્ત આચરવામાં આવશે તો તેનાં પર કડક શિસ્તભંગનાં પગલા લેવામાં આવશે.

(૧૧)

કોઈપણ તાલીમાર્થીએ તાલીમ સમય દરમ્યાન કોચની (તાલીમ આપનારની) મંજુરી સિવાય તાલીમ સ્થળ છોડવું નહિ જો મંજુરી સિવાય તાલીમ સ્થળ છોડશે અને કોઈપણ પ્રશ્ન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે તાલીમાર્થીની રહેશે.

(૧૨)

તાલીમાર્થીએ તાલીમ દરમ્યાન સૂચનાઓનુ ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. અને જો કોઈ તાલીમાર્થીએ આ નિયમનું પાલન નહિ કરે તો તે તાલીમાર્થીએ પર આયોજક દ્વારા નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે.

(૧૩)

તાલીમાર્થીને તાલીમ સમય દરમ્યાન કોઈપણ જાતની ઈજા થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પોતાની રહેશે. જેમાં યુનિવર્સિટી કે શારીરિક શિક્ષણ વિભાગની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.

(૧૪)

ક્રિકેટ, ટેનિસ, રાઈફલ શુટીંગ, અને બેડમિન્ટનની રમતમાં તાલીમાર્થીએ પોતાની પ્રેકટીસ કીટ સાથે લાવવાની રહેશે.

(૧૫)

તાલીમ અંગેની જરૂરી માહિતી મેળવવા માટે શારીરિક શિક્ષણ વિભાગનો સંપર્ક સાધવો અથવા મેદાન પર ઉપસ્થિત સ્પોર્ટ્સ ટ્રેનરનો સંપર્ક કરી માહિતી મેળવી શકશે.

(૧૬)

ફોર્મ શારીરિક શિક્ષણ વિભાગ ખાતે રૂબરૂ તેમજ નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે.

(૧૭)

ઉપરોક્ત નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે આ સાથે આપવામાં આવેલ બાંહેધરીપત્રમાં અને નિયમોમાં વાલીની સહિ કરાવીને જમા કરાવવાનું રહેશે.

સંપર્ક સૂત્ર

સ્પોર્ટ્સ ટ્રેઈનરની વિગતો

ક્રમ

રમતનું નામ

હોદો

સ્પોર્ટ્સ ટ્રેઇનરનું  નામ

ફોન નં

મળવાનો સમય

સ્વીમીંગ

સ્પોર્ટ્સ ટ્રેઇનર

દિનેશભાઈ રાઠોડ

૯૪૨૭૪૯૭૮૩૦

સવારે ૭:૦૦ થી ૧૧:0૦ અને સાંજે ૩:૩૦ થી ૭:3૦

સ્વીમીંગ

લાઈફ-ગાર્ડ

બાપોદરા ભુવનેશ

૯૪૨૬૬૬૫૦૮૪૭

સવારે ૭:૦૦ થી ૧૧:0૦

સ્વીમીંગ

લાઈફ-ગાર્ડ

કૃણાલ ટાંક

૯૫૮૬૬૧૩૧૫૩

સાંજે ૩:૩૦ થી ૭:3૦

બાસ્કેટ બોલ

સ્પોર્ટ્સ ટ્રેઇનર

જયેસ ગ્રામભડીયા

 

૯૭૨૩૨૩૧૯૯૮

સવારે ૭:૦૦ થી ૧૧:0૦ અને સાંજે ૩:૩૦ થી ૭:3૦

હેન્ડ બોલ

સ્પોર્ટ્સ ટ્રેઇનર

નિમાવત જીજ્ઞેશ

૯૯૧૩૭૪૧૭૧૭

સાંજે ૩:૩૦ થી ૭:3૦

ક્રિકેટ

સ્પોર્ટ્સ ટ્રેઇનર

મહેશભાઈ ચોહાણ

૯૬૦૧૧૦૦૦૧૧

સવારે ૭:૦૦ થી ૧૧:0૦

 

 

 


Department: Physical Education Section

02-06-2020