સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ વોલીબોલ ભાઈઓની સ્પર્ધા વર્ષ ૨૦૨૧-૨૨

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇન્ટર કોલેજ વોલીબોલની સ્પર્ધાનું આયોજન એમ પી શાહ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાને યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડો. જતીનભાઈ સોનીએ ખુલ્લી મૂકી હતી સ્પર્ધાના ઉદ્ઘાટક તરીકે સુરેન્દ્રનગર પાલિકાના પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા રમતગમત અધિકારી શ્રી બળવંતસિંહ ચૌહાણ  l.C.B PSI શ્રી દિગ્વિજય સિંહ પરમાર કોલેજના આચાર્યશ્રી ડોક્ટર દિલીપ વજાણી શહેરની વિવિધ કોલેજના આચાર્યશ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધામાં કુલ સાત ટીમોએ ભાગ લીધો હતો આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ શારીરિક શિક્ષણ નિયામકશ્રી એસ.કે.પટેલ સાહેબનું વર્તમાન નિયામકશ્રી ડો. જતીન સોની સાહેબના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

પરીણામ :-

 

પ્રથમ શ્રી એમ .પી. શાહ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગર

દ્રિતીય જી.એચ.ગોસરાણી કોમર્સ & ડી.ડી. નાગડા કોલેજ જામનગર


Published by: Physical Education Section

03-12-2021