સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતરકોલેજ હોકી ભાઈઓ સ્પર્ધા ૨૦૨૧

શારીરિક શિક્ષણ વિભાગ અને  શારીરિક શિક્ષણ ભવન દ્રારા આંતરકોલેજ હોકી ભાઈઓ સિલેકશન સ્પર્ધાનું સફળ આયોજન.

શારીરિક શિક્ષણ વિભાગ અને  શારીરિક શિક્ષણ ભવન દ્રારા આંતરકોલેજ હોકી ભાઈઓ સ્પર્ધાનું આયોજન થયું હતું , જેમાં ૦૮ કોલેજના કુલ ૩૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો, આ સ્પર્ધાના ડો. મીનલબેન રાવલ  આચાર્યશ્રી એ.એમ.પી લો કોલેજ  નિરીક્ષક તરીકે  ઉપસ્થિત રહ્યા હતા. સિલેક્શન સ્પર્ધાની શરૂઆત સવારે  ૯:૦૦ વાગે થઈ હતી, જેમાં ૦૮ કોલેજના ૩૩ વિદ્યાર્થીઓએ વેકેશન હોવા છતાં બહોળા ઉત્સાહ સાથે હોકીની રમત સિલેકસનમાં ભાગ લીધો.

સિલેકસન સ્પર્ધામાં  વ્યક્તિગત એન્ટ્રીઓને ધ્યાને લઈ આંતર યુનિવર્સિટી સ્પર્ધાઓ માટે યુનિવર્સિટીની ટીમ નિયત કરવા માટે  સિલેક્શન સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું. પસંદગી સમિતિના સભ્યોએ કુલ  ૩૦ વિદ્યાર્થી ભાઈઓમાંથી _૧૬ વિદ્યાર્થી ભાઈઓ   અને  ૦૪_રિઝર્વ વિદ્યાર્થી ભાઈઓનું  સિલેકશન આંતર યુનિવર્સિટી સ્પર્ધાઓ માટે પસંદ કરવામાં આવ્યા અને તેમની પસંદગી બાદ આંતર યુનિવર્સિટી સ્પર્ધા પહેલા કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવશે.  
ટીમ પસંદગીના અંતે પસંદગી સમિતિના સભ્યોએ રીપોર્ટ શારીરિક શિક્ષણ નિયામકને પસંદગી અહેવાલ સુપ્રદ કર્યો.  નિરીક્ષકશ્રી ડો.મીનલબેન રાવલ, આચાર્યશ્રી એ.એમ.પી. લો કોલેજ અને  શારીરિક શિક્ષણ વિભાગના નિયામક ડૉ. જતિન સોની સાહેબ, વગેરે  અને શારીરિક શિક્ષણ અધ્યાપકશ્રીઓ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપેલ હતી.


Published by: Physical Education Section

20-11-2021