Workshop On "Desh ke Liye Jina Sikhe" Day -5

તા.૧૫/૦૩/૨૦૨૨ ના રોજ કાર્યશાળાના અંતિમ દિવસે શરૂઆતના સત્રમાં ડૉ.અંબાદાનભાઈ રોહડિયા દ્વારા ઈતિહાસ કથન : છત્રપતિ શિવાજી મહારાજની જીવની વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું.  ત્યારબાદ ડૉ.રાજેશભાઈ એમ.દવે એ નશાબંધી તેમજ કુરિવાજ નિવારણ કે જેમાં દહેજ પ્રથા તેમજ ભ્રુણ હત્યા વગેરે વિષે વિદ્યાર્થીઓને માહિતી આપી સંક્ષિપ્તમાં સમજાવ્યું હતું.

ત્યારબાદ બપોર પછીનાં સત્રમાં કાયદા ભવનના સેમીનાર હોલમાં સૌ.યુનિ.ના કુલપતિશ્રી ડૉ.ગિરીશભાઇ ભીમાણી સાહેબ, ડૉ.કમલેશભાઈ જોશીપુરા સાહેબ, ડૉ.રમેશભાઈ ડી.વાઘાણી સાહેબ,              ડૉ.રાજુભાઈ દવે સાહેબ તેમજ મુખ્ય વક્તા શ્રી જાણીતા ઉદ્યોગપતિ મુકેશભાઈ મલકાણ સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માં.કુલપતિશ્રી ડૉ.ગીરીશભાઈ ભીમાણી સાહેબ દ્વારા પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓ દ્વારા પાંચ દિવસીય કાર્યશાળામાં થયેલ પ્રાયોગિક જેમ કે પરેડ, યોગાસન/પ્રાણાયામ, નિ:યુદ્ધ, રાષ્ટ્રભક્તિનું ગીત, તલવાર રાસ, કાર્યશાળા ગીત તેમજ વ્યસનમુક્તિ અંગેનું નાટક વગેરેનું વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ રજૂઆત કરી સમાપન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સમાજકાર્ય ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ માતૃમંદીરમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ડૉ.રવિભાઈ બી.ધાનાણીને રાષ્ટ્રપતિના હસ્તે થેલેસેમિયાગ્રસ્ત લોકો માટેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ દિવ્યાંગ દિવસે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. તો તેઓનું આંતરરાષ્ટ્રીય સમાજકાર્ય દિવસે સમાજકાર્ય ભવન, સૌ.યુનિ. દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉ.રમેશભાઈ વાઘાણીએ સમાજકાર્ય દિવસ પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ ડૉ.કમલેશભાઈ જોશીપુરા સાહેબે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. અંતમાં શ્રી મુકેશભાઈ મલકાણ સાહેબે પાંચ દિવસીય કાર્યશાળા તેમજ દેશ કે લિયે જીના શીખે એ વિષય પર વક્તવ્ય આપ્યું હતું અને અંતમાં શ્રી ચેતનભાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પાંચ દિવસીય કાર્યશાળાને સફળ બનાવવા સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓ તેમજ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ એમ કુલ મળીને ૧૨૦ જેટલા વિધાર્થીઓ હાજર રહ્યા હતા.


Published by: Department of Social Work

15-03-2022