One Day Workshop on Athletics

                                 એક દિવસીય કાર્યશિબિરનો અહેવાલ

 

     સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બોર્ડ ઓફ સ્પોર્ટ્સમાં નિયત થયા મુજબ શારીરિક શિક્ષણ અધ્યાપકશ્રીઓ માટે તાલીમી કાર્યક્રમ તથા ઓપવર્ગનું આયોજન કરવું તે અન્વયે તા. ૨૦-૧૦-૨૦૧૯ના રોજ ડીપાર્ટમેન્ટ ઓફ એથલેટીક્સમાં પ્રથમ કડીના ભાગરૂપે એક દિવસીય તાલીમ શિબિર સ્ટ્રેનથીંગ કોલેજ સ્પોર્ટ્સ ઈકો સીસ્ટમના થીમ પર વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા જેમાં

(૧) ચેલેન્જીસ એન્ડ ઓપોચ્યુનીટી ઇન સ્પોર્ટ્સ

(૨) ફીટનેશ ફેસ

(૩) લેટેસ્ટ યુથ ઓફ એથલેટીક્સ તથા પ્રમોશન ઓફ સ્પોર્ટ્સ ન્યુ ફિલ્મી & બ્રોડ કાસ્ટિંગ (EUSAI).

        આ વર્કશોપમાં ઉદ્ઘાટક તરીકે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. અર્જુનસિંહ રાણા સમગ્ર વર્કશોપમાં શરૂઆતથી અંત સુધી વિશેષ  સ્વરૂપે  હાજરી આપી. સક્રિય ભૂમિકા ભજવી હતી. રમતગમતના ક્ષેત્રને  ઉત્કૃષ્ટ સ્તરે લઈ જવા અધ્યાપકોને પ્રેરણા & પ્રોત્સાહન આપ્યું. વન ડે વર્કશોપમાં વિશિષ્ટ સ્વરૂપે માન. ઉપકુલપતિ વિજય દેસાણી ઉદ્ઘાટન કાર્યક્રમમાં વ્યવસ્થિત રહી યુનિવર્સિટીની રમતગમત સુવિધાનો મહતમ સદઉપયોગ થાય , વધુને વધુ કોલેજોના ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં નિપુણતા હાંસલ કરી યુનિવર્સિટી સ્પોર્ટ્સમાં ઉપર્યુક્ત યોગદાન આપવા પહેલ કરી હતી અને યુનિવર્સિટી રમતક્ષેત્રે વિકાસના પંથે પ્રતિબધ્ધતા જાહેર કરી હતી .સમારંભના અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. નીતિન પેથાણીએ યુનિવર્સિટીના ખેલાડીઓ પાસે અપેક્ષાઓ અને શારીરિક શિક્ષણના અધ્યાપકો પાસેથી રમતગમત ક્ષેત્રે વિકાસમાં તેમના યોગદાન માટે બનતુ કરી છૂટવાની તથા તજજ્ઞો તૈયાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેશે તેવી બાહેંધરી આપી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરુ કરવા હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો,યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વધુને વધુ સંખ્યામાં સ્પર્ધકો ભાગ લેવા આવે તે માટે શારીરિક શિક્ષણના અધ્યાપકોને અનેક સુચનો કર્યા હતા અને બનતી મદદ યુનિવર્સિટી દ્રારા કરવા પ્રતિબધ્ધતા દર્શાવેલ હતી.

    શારીરિક શિક્ષણ નિયામક ડૉ. જતિન સોનીએ શારીરિક શિક્ષણ અધ્યાપક કેપેસેટી પ્રોગ્રામનું પ્રપોઝલ પ્રસ્તુત કર્યું હતુ. અને અધ્યાપકો પાસે સુચનો લીધા હતા અને ફીટનેશ ફેસ્ટ અંતર્ગત ફીટનેશ ચેલેન્જીસ અંગે વિગતવાર પ્રેજનટેશન પ્રસ્તુત કર્યું હતુ.તથા ઇન્ટર એક્ટીવ સેશનમાં ડૉ. અર્જુનસિંહ રાણા અને જતીન સોનીએ તથા અધ્યાપકશ્રીઓને ઘનિષ્ઠ ચર્ચા વિચારણા કરી હતી આ વર્કશોપમાં એથલેટીક્સ અંગેના નવા નિયમો અને વૈશ્વિક ફેરફારોથી માહિતગાર કરવા છે. મહમંદ ધુપલીએ એક કલાક સુધી પ્રેઝન્ટેશન આપી તથા તમામ અધ્યાપકશ્રીઓને બને , MPED ના વિદ્યાથીને માહિતગારકર્યા હતા. EUSAIના પ્રતિનિધિઓ ડૉ. શ્રીમતી ભંડારકર ચીફ એક્ઝ્યુકેટીવ EUSAI કેવિન સીનીયર એક્ઝ્યુકેટીવ EUSAI  ની કામગીરી સિનીયર એક્ઝુટીવની કામગીરી તથા ફીલ્મીંગ & બ્રોડકાસ્ટિંગ કરી ટીવી તથા સોશ્યલ મીડિયા દ્વારા સ્પોર્ટ્સ હીરો બનાવવા સ્પોર્ટ્સના નીતિનિયમો ખેલાડીઓના ક્ષેત્રે  દેખાવો અને સ્પર્ધા લાઈવ સ્વરૂપે લોકો સુધી પહોચી મોટી ફેન કલબ બનાવી કોલેજોમાં રમતી રમોતોને જન જન સુધી પહોચાડી યુનિવર્સિટી સ્પોર્ટ્સમાં કેવી રીતે યોગદાન આપી શકાય તેની વિસ્તૃત છણાવટ કરી હતી

     સમગ્ર ઓપવર્ગમાં શરૂઆતથી અંત સુધી તમામ અધ્યાપક્શ્રીઓ તથા એમ.પી.એડ. ના વિધાર્થીઓ પણ હાજરી આપી ચર્ચાઓમાં ભાગ લઇ વર્કશોપને સહાય બનાવ્યો હતી. સમગ્ર વર્કશોપ અંગે મળેલ ફીડબેકના આધારે આ પ્રકારના તાલીમી કાર્યક્રમો પ્રતિવર્ષ કરવા તમામનો આગ્રહ જોવા આપ્યો.

      


Published by: Physical Education Section

20-10-2019