National Webinar on "Multiple Dimensions of Law"

:અહેવાલ:

કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. 18,19 અને 20 મે, 2020નાં દિવસો દરમ્યાન ત્રિ-દિવસીય વેબિનારનુ આયોજન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમનાં માર્ગદર્શકશ્રી પૂર્વ કુલપતિશ્રી તેમજ કાયદા ભવના સીનીયર પ્રોફેસર શ્રી ડો. કમકેશભાઇ જોશીપુરા સાહેબે આઝાદીથી સાંપ્રત સમય સુધીનાં કાયદાનાં વિવિધ આયામો જેવાં કે સામાજિક, આર્થિક, રાજકીય, બંધારણીય, વગેરે વિષે વિગતે સમજણ આપેલ હતી.   

કાયદા ભવનનાં અધ્યક્ષશ્રીએ પોતાના પ્રાસ્તાવિક  ઉદ્બબોધનમા આ વેબિનારનાં મુખ્ય ઉદેશ્યો સમજાવતા જણાવ્યુ હતુ કે કાયદાનાં વિવિધ આયામોને ઓળખવા, ચકાશવા તેમજ તેમાં સુધારા-વધારાના અવકાશ બાબતે ચિંતન મનન કરવું અને ચર્ચાઓ હાથ ધરવી. પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વનાં પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો રાજ્ય, સમાજ, ધંધા –રોજગાર, શાંતિ વ્યવસ્થા તમામ બાબતોમાં કાયદાની ભુમિકા ઘણી બધી વધી ગઇ છે. રાજ્યનુ કાર્યક્ષેત્ર ફક્ત રાજ્યની સીમા રેખાની સુરક્ષા કરવાનુ કે રાજ્યમાં શાંતિ અને સુવ્યવસ્થા જાળવવા પુરતું મર્યાદિત ન રહેતા, વધુમાં વધુ લોકોનુ વધુમાં વધુ કલ્યાણ કરવાનુ તેમ જ આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓનુ નિયમન કરવા સુધી વિસ્તરેલુ છે. અને એ પણ કાયદાનાં દાયરામાં રહીને કરવાનું છે આખરે તો કાયદાનુ શાસન છે અને તે મુજબ શાસન વ્યવસ્થા સંભાળવાની છે. એ હકિકતને પણ ધ્યાનમાં રાખવાની છે કે સમાજ સતત પરિવર્તન શીલ છે. પરિવર્તન એજ  સત્ય અને શાશ્વત  છે. સમાજની નીતિઓ, મુલ્યો, આદર્શો, અભિગમો, અભિપ્રાયો સતત બદલતાં રહે છે અને તે મુજબ ઉચિત ફેરફારો કાયદામાં પણ લાવવાનાં રહે છે. બદલતા સમય, સંજોગો અને આયામો સાથે બદલશુ નહીં તો ફેંકાઇ જઇશુ. બદલાવને ઓળખવા, સમજવાં સંશોધન કરવું પડશે. એમ કહેવાય છે કે સંશોધન એ વિકાસનું એંજીન છે. કોઇ પણ સંસ્કૃતિ કે સભ્યાતનો વિકાસ સંશોધનથી જ સંભવ બનેલો છે. એટલા માટે જ વેબિનારનાં પ્રથમ દિવસે ચર્ચાનો વિષય “ Legal Research and Social Transformation” રાખવામાં આવેલ જેમાં ચર્ચા માટેનાં મુદ્દાઓ અને વક્તાઓનાં વક્તવ્ય નીચે મુજબ હતાં

વક્તાઓમાં  મુખ્યત્વે પાટણ લો કોલેજનાં આચાર્યશ્રી ડો. જગદીપભાઇ નણાવટી સાહેબ કે જેઓએ સંશોધનમાં જાળવવાની થતી નીતિમત્તાઓ પર માહિતિસભર વ્યાખ્યાન આપેલ હતુ. સંશોધકે ખંત, વફાદારી અને પુરી નિષ્ઠા સાથે સંશોધનનું ઉત્તરદાયિત્વ નિભાવવાનું છે. એટલું જ નહીં સંશોધનની ગુણવત્તા પણ જાળવવાની છે. સંશોધન સમાજ ઉપયોગી થવું જોઇએ. જામનગર લો કોલેજનાં આચાર્ય ડો. વિમલભાઇ પરમાર સાહેબે સંશોધન માટેનાં ઇ-સ્રોતો વિષે ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી.તેની ઉપયોગિતા અને તેનુ મહત્વ પણ સમજાવ્યું હતુ. માનવ અધિકાર ભવનનાં અધ્યક્ષ ડો. રાજુભાઇ દવે સાહેબે જણાવ્યુ હતુ કે કાયદા થી સામાજિક તો ક્યારેક સમાજથી કાયદામાં પરિવર્તન આવે છે. જાહેર હિતની અરજીઓ દ્વારા કોર્ટ્ના ચુકાદાથી અને માહિતી અધિકારનાં કાયદા દ્વારા જાગ્રત નાગરિકો દ્વારા સામાજિક પરિવર્તનો જોવા મળ્યા છે.

વેબિનારનાં બીજા દિવસે સિંડીકેટ સભ્ય શ્રી નેહલભાઇ ઉપસ્થિત રહી વેબિનારનાં આયોજન માટે ધન્યવાદ અને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ગાંધીનગર જીલ્લામાં આવેલ રક્ષા શક્તિ યુનિવર્સિટીનાં આદરણીય કુલપતિશ્રી બિમલભાઇ પટેલ સાહેબે પોતાનાં વક્તવ્યમાં Legal Research Case Study on International Law વિષે વિગતવાર ચર્ચા કરેલ હતી. સને 1950 પછી ભારતનાં વિકાસમાં પ્રાથમિકતાં અનુસાર બદલાયેલા પરિમાણો અને સામાજિક પરિવર્તનો સમજાવ્યા હતાં. સમગ્ર સમાજ્થી શરુ કરી વ્યક્તિગત સલામતિ અને આંતર રાષ્ટ્રીય સ્તરની આવશ્યકતાઓ પર વિગતે ચર્ચા કરેલ હતી. એમનાં વ્યાખ્યાનને તમામ શ્રોતાગણોનો અપૂર્વ પ્રતિસાદ અને સરાહનાં પ્રાપ્ત થયેલ હતી.

ભારતનાં લો કમીશનાં સભ્ય અંને રાજ્કોટ બારનાં ખ્યાતનામ ધારા શાસ્ત્રીશ્રી અભયભાઇએ The Role of Law Commission of India – with special reference to Social Transformation વિષે પોતાનાં વ્યાખ્યાનમાં જણાવ્યુ હતુ કે લો કમીશન એ કોઇ બંધારણીય કે વૈધાનિક સંસ્થા નથી. એ ફક્ત વહીવટી આદેશની ફલશ્રુતિ છે. આ લો કમીશનમાં જ્યાં સુધી વાસ્તવિક જીવન સાથે જોડાયેલા લોકોની નિયુક્તિ નહીં થાય ત્યાં સુધી લો કમીશન પાછળનો હેતુ સિધ્ધ નહીં થાય. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે કાયદો શું છે, કાયદો કેવો હોવો જોઇએ તે પણ જાણતા નથી તેવા લોકોની લો કમીશનમાં નિયુક્તિ થઇ જાય છે. કાયદા બનાવવા માટે આવશ્યક એવા રાજ્યાનીતિનાં માર્ગદર્શક સિધ્ધાંતો કે મુળભુત ફરજોને પણ કોઇ ધ્યાન પર લેતુ નથી. જે લોકો રાષ્ટ્રની ધડકન જાણતા હોય તેવાં લોકોનુ ત્યાં કામ છે.   

વેબિનારનાં ત્રીજા દિવસે સ્વામીનારયણ સંપ્રદાયનાં આદરણી સ્વામીજીશ્રી ભાનુપ્રકાશજી એ પોતાનાં આશિર્વચનમાં જણાવ્યુ હતું કે લોકોએ દેશ અને સમાજ પરત્વેની પોતાની ફરજો પર  ધ્યાન દેવાનો સમય આવી ગયો છે. માનવ અધિકારોનું રક્ષણ કરવુ એ દરેક માનવોની પવિત્ર ફરજ છે.માનવ કલ્યાણ એ તેની પ્રાથમિકતા હોવી જોઇએ. આ પ્રકારનાં વેબિનારનાં આયોજન માટે તેઓશ્રીએ આ વેબિનારનાં માર્ગદર્શકશ્રી ડો. કમલેશભાઇ જોશીપુરા સાહેબ અને તેમની ટીમને ધન્યવાદ પાઠવેલ હતાં.

ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના આદરણીય ડાયરેક્ટરશ્રી એ. શાંતાકુમારે વેબિનારનાં મુખ્ય વક્તા તરીકે Human Rights in India: A Critique વિષય પર પોતાનાં વક્તવ્યમાં માનવ અધિકારની માનવ અધિકાર સુરક્ષા ધારો, 1993માં આપેલ વ્યાખ્યાની વિસંગતતા પર વિચારોત્તેજક ટિપ્પણીઓ કરેલ હતી. તેમણે જણાવ્યુ હતુ કે માનવ અધિકારો સાર્વત્રિક છે, વિશ્વનાં તમામ માનવો માટે સમાન છે તેથી તેની વ્યાખ્યા અલગ-અલગ દેશોમાં અલગ-અલગ ન હોઇ શકે. ક્યારેક એવું પણ લાગે વિશ્વની અદાલતો પણ આ બાબતે સમાન વિચારધારા પ્રસ્તુત કરી શકતી નથી.

કર્ણાટક હાઇકોર્ટનાં વિખ્યાતધારા શાસ્ત્રી તથા મીડીયેટર્ મૈસુર નિવાસી, રેડ ક્રોસ સોશાયટીના  પેટ્ર્રોન અને ગ્રેડ્યુએટ કો.ઓપ. બેંકનાં સંવાહક એવા શ્રીમતિ હેમલતાબેને પોતાનાં Legal Literacy વિષય પરનાં વક્તવ્યમાં જણાવેલ કે ભારતીય લોકોની ગરીબી, અસંગઠિતતા, જાગૃતિનાં અભાવ, કાયદા ની અજ્ઞાનતા તેઓને વાર્‍વાર શોષણનો અને ઉત્પિડનનો ભોગ બનાવે છે.  

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં આદરણીય ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઇ દેશાણી સાહેબે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં વેબિનારનાં આયોજકોને પ્રોત્સાહન આપતાં ધન્યવાદ પાઠવ્યાં હતા. વધુમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓ વિગતવાર જણાવી હતી.  

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં આદરણીય કુલપતિશ્રી ડો નિતીનભાઇ પેથાણી સાહેબે કાયદા ભવન અને તેની ટીમ દ્વારા આયોજિત તથા પૂર્વ કુલપતિશ્રી તેમજ કાયદા ભવના સીનીયર પ્રોફેસર શ્રી ડો. કમકેશભાઇ જોશીપુરા સાહેબના સફળ પ્રયત્નોને બિર્દાવતા આશિર્વચનો આપેલ હતાં. આ વેબિનારમાં 721 સહભાગીઓની નોંધણીની સરાહના કરેલ હતી.આ વેબિનારમાં ઉપસ્થિત રહેલા કાયદાનાં નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલ વક્તવ્યોથી સમાજ જીવનને મળેલ જ્ઞાન માટે યુનિવર્સિટી વતિ તમામનો આભાર માનેલ હતો.

સમગ્ર કાર્યક્રમનું સફળ માર્ગદર્શન પૂર્વ કુલપતિશ્રી તેમજ કાયદા ભવના સીનીયર પ્રોફેસર શ્રી ડો. કમકેશભાઇ જોશીપુરા સાહેબે કરેલ હતું,  સંચાલન કાયદાભવનના અધ્યક્ષ પ્રો. મણિયાર સાહેબે કરેલ હતુ તથા સંકલન કાયદા ભવનના આસિ. પ્રો.ડો.આનંદભાઇ ચૌહાણ તેમ જ  માનવ અધિકાર ભવનનાં અધ્યક્ષ ડો રાજુભાઇ દવે એ કરેલ હતુ. અને ઉપરોક્ત તમામનાં સહાયક તરીકે ઉમદા સેવા કાયદા ભવનના પીએચ..ડી.નાં વિદ્યાર્થિશ્રી નિર્મલ હેરમાએ કરી હતી. કોમ્પ્યુટર સેંટરનાં તમામ સ્ટાફનો સહકાર ગુણવત્તાયુકત અને સરાહનીય રહ્યો હતો.         

કાર્યક્રમનાં અંતે રાજકોટની સરકારી લો કોલેજનાં આચાર્યા શ્રીમતિ મિનલબેન ઉપાધ્યાયે આભારવિધિ કરેલ હતી. 

.......................................

   


Published by: Department of Law

18-05-2020