M.S.W.Sem.II Rural Field Work Programme "World Malaria Day" - Vad vajdi

સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ.એમ.એસ.ડબલ્યું.સેમ.૨ ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગરૂપે રૂરલ ફિલ્ડવર્કમાં જવાનું હોય છે. જ્યાં સમાજકાર્ય ભવનના સાત વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જાય છે. અહી વિદ્યાર્થીઓ દ્રારા તા.૨૫.૪.૨૦૨૨ નાં રોજ વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મેલેરિયા કેવી રીતે ફેલાય છે?, મેલેરિયાને કેવી રીતે અટકાવી શકાય ? વગેરે અંગેની માહિતી વિદ્યાર્થીઓ દ્રારા સમજાવવામાં આવી હતી. અને શાળાના બાળકોને રસી પણ મુકવામાં આવી હતી. અને તેમને ૨ ટેબ્લેટ પણ આપવામાં આવી હતી.

 આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભવનના વિદ્યાર્થી બાબરિયા પ્રદીપભાઈ, ગેડીયા મહેશભાઈ, સાવરિયા દિવ્યેશભાઈ,વ્યાસ પ્રીયાન્શુભાઈ,ડાંગર શીતલબેન,શાહમદાર આસ્મા,અને ત્રિવેદી નેહલબેન જોડાયા હતા.

        તે ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને સ્કુલના  સ્ટાફનો  વગેરે તમામ લોકોનો સહકાર મળેલ હતો. તેમજ આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા નર્સ અને મેલ સ્ટાફનો પણ સહકાર મળેલ હતો.


Published by: Department of Social Work

25-04-2022