(૧૨) તા.૦૨/૦૮/૨૦૨૫, શનિવારના રોજ સૌ. યુનિ.સમાજકાર્ય અનુસ્નાતક ભવનના MSWવિદ્યાર્થીઓ ચેરની મુલાકાત.
આજરોજ તા. ૦૨/૦૮/૨૦૨૫, શનિવારના રોજ બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે સમાજકાર્ય અનુસ્નાતક ભવનના એમ.એસ.ડબલ્યુ સેમેસ્ટર - ૧ના વિદ્યાર્થીઓ આવેલા. આ પ્રસંગે ચેર-સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ ધાનાણીએ ચેર-સેન્ટર વિશે વિસ્તૃત માહિતી આપી તેમજ ચેર-સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃતિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ. કાર્યક્રમમાં ચેર-સેન્ટરના સંશોધન અધિકારી, સમાજકાર્ય અનુસ્નાતક ભવનના ફિલ્ડવર્ક ઓફીસ હિરલબહેન રાવલ, મુલાકાતી અધ્યાપક ડો. પ્રિતેશ પોપટ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
https://www.facebook.com/share/p/16nLKp68Rr/