Election Awareness Programme

તારીખ ૧૩-૦૪-૨૦૧૯ નાં રોજ કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુકામે મતદાન જાગૃતિ અભિયાન   વિ ષયક   એક શીબીર  નું આયોજન કરવામાં આવેલ હતું. 

આ કાર્યક્રમમાં કાયદા ભવનનાં અધ્યક્ષશ્રી પ્રોફેસર શ્રી બી.જી. મણિયારે પ્રાસંગીક ઉદબોધન કરેલ હતું.

કાયદા ભવનનાં વિદ્યાર્થી શ્રી પરાગ અઘેરાએ જણાવેલ હતું કે, ચુંટણી કાર્ડ બનાવવું અને સુધારો કરવો સહેલું થયું છે આ સંદર્ભિત તમામ પ્રક્રિયા તેમણે સમજાવેલ હતી. ચુંટણી કાર્ડમાં ભૂલ હોય તો પણ તેને અવગણીને મતદાન અવશ્ય કરવું જોઇએ.

કાયદા ભવનનાં વિદ્યાર્થી શ્રી ચક્રવર્તી રવિંદ્રએ જણાવેલ હતું કે, આપણા મતદાન થકી સારા અને યુવા નેતાઓની પસંદગી કરીને સામાન્ય લોકોનો અવાજ અને સમશ્યાઓ સરકાર સુધી પહોંચાડવા માટે મતદાન કરવું જોઇએ.

કાયદા ભવનનાં વિદ્યાર્થી શ્રી ડાંગર ધવલે જણાવેલ હતું કે,  ભારતના સૈનિકો   જો પોતાની ફરજ બજાવતા હોય તો, આપણે બધાએ મતદાન અવશ્ય કરવું જોઇએ.

કાયદા ભવનનાં વિદ્યાર્થી શ્રી ઠાકર ગાર્ગીબેન જી. એ જણાવેલ હતું કે, તમારો કિંમતી મત NOTA  ને બદલે કોઇ પણ એક ઉમેદવારને આપવા નમ્ર વિનંતી     છે.

કાયદા ભવનનાં વિદ્યાર્થી શ્રી નેહપાલ સીંધે જણાવેલ હતું કે, કોઇ પણ લોકશાહીમાં ચુંટણી તેનું હાર્દ છે. મુદ્દાઓ, વ્યક્તિઓને ધ્યાને રાખી ગંભીરતા પૂર્વક અને જાગૃત નાગરિક તરીકે તમારી મતદાન પરત્વેની ફરજ પૂરી કરવી જોઇએ.

કાયદા ભવનનાં વિદ્યાર્થી શ્રી પ્રસાદે જણાવેલ હતું કે, આપણે એડવોકેટ તરીકે આપણા અ  સિલો  પરત્વે તેમ આપણી ફરજ અદા કરીએ છીએ તેવી જ રીતે મતદાન એ આપણા દેશ પરત્વેની પવિત્ર ફરજ છે તે પરિપૂર્ણ કરવી જોઇએ.

કાયદા ભવનનાં વિદ્યાર્થી શ્રી તરલીકાબેન વ્યાસે જણાવેલ હતું કે, મતદાન જો દાન છે તો સુપાત્રને દાન કરશો, કુપાત્રને નહિ.


Published by: Department of Law

13-04-2019