સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ ખો-ખો બહેનોની સ્પર્ધા વર્ષ ૨૦૨૧-૨૨

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ આયોજિત શ્રી મહિલા કોલેજ ખામટા ના યજમાન પદે તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતરકોલેજ ખો-ખો બહેનો ની સ્પર્ધાનું આયોજન થયેલ.

ખો-ખો બહેનો ની સ્પર્ધામાં  મહિલા કોલેજ ખામટા દ્વારા મેડિકલ સુવિધાઓ યુક્ત મેડિકલ ટીમ તથા ભોજનની વ્યવસ્થા આયોજન કરેલ હતું તેમજ તમામ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.બધાની સેફટી અને પસંદગી સમિતિના સભ્યોએ ખડે પગે સેવાઓ આપી હતી. આયોજન સંસ્થાના વિદ્યાર્થીની બહેનોએ સ્વયંસેવક તરીકે સેવા આપી હતી સ્પર્ધાને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો નિરીક્ષક તરીકે ડો. નીલાબેન ઠાકર ગવર્મેન્ટ આર્ટ્સ કોમર્સ કોલેજ પડધરીના પધારેલ હતા તથા શારીરિક શિક્ષણના અધ્યાપકશ્રીઓ સ્પર્ધાના સંચાલક અને વ્યવસ્થાને સફળ બનાવવા સાત સહકાર આપ્યો હતો ડાયરેક્ટ સિલેક્શનમાં કુલ ૦૭ (સાત) કોલેજો અને કુલ ૧૩(તેર) કોલેજોની ટીમોએ બંનેમાં મળીને કુલ ૧૭૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો.ખો-ખો માટે જરૂરી મેદાનો ખૂબ જ કાળજીપૂર્વક બનાવવામાં આવ્યા હતા,તેમાં ભાગ લેવા માટે ખેલાડીઓને સુવિધા મળે અને ઈજા માટે નરમ માટી  અને સમથળ  મેદાન તૈયાર કરવામાં સંસ્થાના ટ્રસ્ટીઓએ સતત રમતની સફળતા માટે હાજર રહ્યા હતા


Published by: Physical Education Section

31-12-2021