Digi Dhan Yojana - 2016-17

તારીખ ૦૮-૦૧-૨૦૧૭ ના રોજ આદરણીય કુલપતિશ્રીની આજ્ઞા અનુસાર “ડીજી ધન જાગૃતિ અભિયાન” અતર્ગત કાલાવડ તાલુકાના ખંઢેરા ગામનાં લોકોને લેશ કેશ વ્યવહારો અંગે વિગત  વાર માહિતી આપવા અર્થેનું આયોજન કરવામાં આવેલુ હતું. આ કાર્યક્રમમાં કાયદા ભવનનાં શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ સહિત કુલ ૫૦ વ્યકિતઓએ ભાગ લીધો હતો.  અને ખંઢેરો ગામનાં સ્ત્રીઓ અને પુરુષોને પ્રોજેકટર અને સ્લાઇડ દ્વારા માહિતી આપવામાં આવેલી હતી. જેમા મુખ્યત્વે આધાર કાર્ડ [AEPS PAYMENT], ડેબીટ કાર્ડ,ક્રેડીટ કાર્ડ [RUPAY], મોબાઇલ વોલેટ, મોબાઇલ એપ્લીકેશન, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફ્રેશ, ઇલેક્ટ્રોનિક ટોલ કલેકશન [ ETC], પોઇન્ટ ઓફ સેલ્સ [ POS] દ્વારા ચુકવણીની વિગતવાર  માહિતી આપવામાં આવેલી હતી. આ કાર્યક્રમમાં ૭૦ સ્ત્રી- પુરુષોએ ભાગ લઇ આર્થિક વ્યવહારો માટે લેશ કેશ પધ્ધતિ અપનાવવા માટે ઉમળકાભેર તૈયાર થયા હતા. વિ  વિ ધ પ્રશ્નોતરીઓ થયેલ હતી જેમાં આ પ્રકારના વ્યવહારો દ્વારા થતા ફાયદા અને સાવચેતીનાં પગલઓ સમજાવી  કાર્યક્રમને જીવંત બનાવેલ હતો.આ કાર્યક્રમ મુખ્યત્વે વિદ્યાર્થીઓ દ્વારા હોશભેર સંચાલિત થયો હતો. આ કાર્યક્રમનાં સફળ સંચાલનમાં ભવનનાં આસી. પ્રોફેસરશ્રી,  ડો. આનંદ ચૌહાણે મહત્વની ભુમિકા અદા કરેલ હતી.


Published by: Department of Law

08-01-2017