Celebration of Constitution Day

 તારીખ ૨૬-૧૧-૨૦૧૯ નાં રોજ કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને લીગલ રીસર્ચ ફાઉ ન્ડેશન ના સયુંક્ત ઉપક્રમે કાયદા ભવનમાં,  ડો. બાબા સાહેબ આંબેડકર ના અધ્યક્ષતા નીચે રચાયેલ અદભુત ગ્રથં ભારતીય બંધારણ સંદર્ભે તારીખ ૨૬-૧૧-૨૦૧૯ ને બંધારણીય દિવસ તરીકે ઉજવવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાયદા ભવનનાં પ્રોફેસર અને અધ્યક્ષશ્રીએ પ્રાસંગીક ઉદ્દ બોધન તેમજ બંધારણની રચનામાં વિવિધ મહાનુંભાવોનું યોગદાન તેમજ વૈશ્વિક બંધારણો વિશે વિગતમાં જણાવેલ હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂત પૂર્વ – આદરણીય કુલપતિશ્રી અને ભવનના પ્રોફેસર ડો. કમલેશભાઇ જોશીપુરા  સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવેલ હતું કે , ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટા કદનું શ્રેષ્ઠ સર્જન છે. સમગ્ર વિશ્વામાં ભારતીય  લોકશાહી એ બંધારણની દેન છે. બંધારણના વિવિધ વિશિષ્ટ લક્ષણોની વિગતવાર ચર્ચા કરેલ હતી.

કાર્યક્રમનાં અંતે ભવનનાં પ્રોફેસરો તેમજ વિદ્યાર્થીઓએ બંધારણ પરત્વેનાં આદર અને સ ન્માન જાળવવાનાં તેમજ બંધારણીય જોગવાઇઓનું અક્ષરસહ પાલન અને તેને રક્ષણ પ્રદાન કરવાનાં સોગંદ લીધા હતા.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કાયદા ભવન તેમજ અન્ય ભવનનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા હતા. આ કાર્યક્રમનું સંચાલન કાયદા ભવનનાં મુલાકતી અધ્યાપક ડો. ધારાબેન ઠાકરે કરેલ હતું. અને સફળતા પૂર્વકનું આયોજન કાયદા ભવનનાં અધ્યાપક ડો. આનંદભાઇ ચૌહાણે કરેલ હતું.


Published by: Department of Law

26-11-2019