Advance Training Programme

કાયદા ભવન અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી – ગાંધીનગરનાં સયુકત ઉપક્રમે તારીખ  6th – 7th –April – 2018 ના  બે દિવસીય એડવાન્સ   ટ્રેનીંગ  પ્રોગ્રામ “EMERGING  ISSUES  IN BANKING LAW: GOVERNING  DEBTS  RECOVERY  REGIME  IN    INDIA”  વિષય ઉપર ચૌદ કલાકનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.  આ કાર્યક્રમ  કાયદા    ભવન અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી – ગાંધીનગર સાથેના MoU અંતર્ગત યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ૪૪ [ચુમાલીસ] વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. 

        આ કાર્યક્રમનાં આયોજનના ઉદેશ્યોમાં  મુખ્યત્વે બેંકીંગ સેકટરેને લગતી પાયાની બાબતો, લોન અને એડવાન્સીસ, તેની વસુલાત, નોન પરફોરમીંગ એસેસ્ટ્સ, વસુલાત માટેના સાધનો જેવી કે અદાલતો, ડેબ્ટ રીકવરી ટ્રીબ્યુનલ તથા લોક અદાલત, SARFAESI Act, 2012, Insolvency and Bankruptcy Code, 2016 તેમજ ઉપરોક્ત તમામ સંદર્ભીત સાંમ્પ્રત સમસ્યાઓ – પડકારો વગેરે ઉપર સઘન અને ઉડાણ પૂર્વકનાં વ્યાખ્યાનો, વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપક વચ્ચેના સંવાદો કેન્દ્ર સ્થાને રહ્યા હતા.                                       

        આ બે દિવસીય એડવાન્સ ટ્રેનીંગ  પ્રોગ્રામનાં મુખ્ય વક્તા  ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી – ગાંધીનગરના મદદનીશ પ્રાધ્યાપક શ્રીમતી ગરીમા ગોસ્વામી હતા. આ ટ્રેનીંગ પ્રોગ્રામમાં વ્યાખ્યાનપધ્ધતી તેમજ ઉચ્ચ અદાલતોનાં ચુકાદાઓનો અભ્યાસ અને ચર્ચા પધ્ધતીને     અપનાવવામાં આવેલ હતી. કાર્યક્રમનાં અંતે MCQ  Test તેમજ વિદ્યાર્થીઓનો Feed-back  લેવામાં આવેલ હતા.

        આ કાર્યક્રમને વિદ્યાર્થીઓનો ઉત્તમ પ્રતિસાદ સાંપડેલ હતો.  વિદ્યાર્થીઓની જ્ઞાન પીપાસા સંતોષાયેલી હતી. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમની તેમજ વક્તા શ્રીમતી ગરીમા ગોસ્વામીની  ખુબ જ  સરાહના કરેલ હતી. અને આવા કાર્યક્રમો કાયદા ભવન અને GNLU  ના સહયોગથી  વિવિધ  વિષયો    ઉપર અવાર નવાર થાય તેવા સુચનો કરેલ હતા.


Published by: Department of Law

06-04-2018