સાતમી રાષ્ટ્રીય સંગોષ્ઠી "ભારતીય સંવિધાન કા અમૃતોત્સવ" તા. ૧૪/૦૨/૨૦૨૫
"ડૉ.આંબેડકરજી પરના સર્ટિફિકેટ કોર્સ ચેરમાં ચાલી રહ્યા છે, તે યુનિ.ની અન્ય વિદ્યાશાખાના સ્નાતકના અભ્યાસક્રમોમાં મેજેર / માઈનર પેપેરમાં સામેલ કરવા વિચારણા કરવામાં આવશે " - માન. કુલપતિશ્રી પ્રોફે.ડૉ. ઉત્પલ જોશી
"સમરસ સમાજનું સર્જન એ જ સાચું સમીકરણ." - માન. કુલપતિશ્રી પ્રોફે.ડૉ. ઉત્પલ જોશી
“સમાનતા–સમરસતાને આપણે જો પચાવીશું એ જ સંવિધાનને સાચો ન્યાય છે." - માન. કુલપતિશ્રી પ્રોફે.ડૉ. ઉત્પલ જોશી
"લોકતંત્રનો ધર્મગ્રંથ સંવિધાન છે." - બીજરૂપ વક્તાશ્રી માનનીય કિશોરભાઇ મકવાણા, ચેરમેનશ્રી, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, ભારત સરકાર
“ બાબસાહેબનું વ્યક્તિત્વ વૈશ્વિક, મહામાનવ હતા." - બીજરૂપ વક્તાશ્રી માનનીય કિશોરભાઇ મકવાણા ચેરમેનશ્રી, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, ભારત સરકાર
“ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનો જયઘોષ એજ સંવિધાનનો સાચો જયઘોષ છે. "
–'ભીમરત્ન' ડો. નાથાલાલ ગોહિલ
"ડો. આંબેડરે સામાજિક ક્રાંતિને કાયદાનું રૂપ આપવાનું ભીમકર્મ કર્યું છે. " - 'ભીમરત્ન' ડો. નાથાલાલ ગોહિલ
" ભારતીય સંવિધાન મહિલા સશક્તિકરણની આધારશિલા છે." - પ્રિ. ડો. મીનલબેન રાવલ, સરકારી કાયદા કોલેજ , મણિનગર, અમદાવાદ
"કેશવાનંદ ભારતી ચુકાદા મુજબ સંવિધાનની મૂળ સંરચનાને કોઈ પણ સંજોગોમાં બદલી શકાય નહીં" - ડૉ. વિજય ઝાલા
ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત બાબા સાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર -સેન્ટર દ્વારા ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ભારતીય સંવિધાન ના ૭૫ વર્ષ નિમિત્તે આખું વર્ષ "હમારા સંવિધાન, હમારા સન્માન" આ થીમ પર વિશ્વના શ્રેષ્ઠ સંવિધાન એવા ભારતીય વિધાનથી સમગ્ર દેશ પરિચિત થાય અને ભારતીય સંવિધાનને નહિ જાણવાને કારણે અમુક લોકોમાં ખોટી ભ્રમણા ઓ છે તે દૂર થાય તેવા આશયથી સંવિધાનની શ્રેષ્ઠતા, રાષ્ટ્રને એક અને સમરસ રાખવાની શક્તિ, સંવિધાનનું લચીલાપણું, ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ, ભારતીય સભ્યતા અને સંસ્કારના ઉત્તમ દસ્તાવેજ રૂપ આવી અનેક વિશેષતા ધરાવતા સંવિધાનને સમગ્ર ભારત વર્ષ જાણે તે જરૂરી છે.
કુલપતિશ્રીએ તેમના અધ્યક્ષીય ઉદબોધનમાં જણાવ્યું કે ભારતીય સંવિધાનના પ્રારંભમાં જણાવ્યું છે કે, "ઇન્ડિયા ધેટ ઇસ ભારત" આપણે ભારતીય છીએ. 'ભારત' શબ્દોમાં ભૂમિ અને સંસ્કૃતિ અર્થ આવે છે. જ્યારે Indiaમાં માત્ર ભૌગોલિક વિસ્તારની જ ફીલિંગ આવે છે. આપણે આપણા વ્યવહારમાં Indiaને બદલે ભારત શબ્દનો પ્રયોગ કરવો જોઈએ.
કુલપતિશ્રીએ વધુમાં જણાવ્યું કે, આપણી યુનિવર્સિટીની ડૉ. આંબેડકર ચેર રાજ્યમાં મોડેલ ચેર છે જે રાષ્ટ્રીય કક્ષાએ અગ્રસર બનશે તેવો વિશ્વાસ છે. ચેર દ્વારા ત્રણ વર્ષથી યુનિ. કેમ્પસ અને વિવિધ કોલેજોમાં ડૉ. આંબેડકરજી પરના પ્રમાણપતત્રીય કોર્સ ચાલી રહ્યા છે. તેનો વિસ્તાર કરી કોલેજોમાં સ્નાતક કક્ષમાં મેજેર / માઈનર પેપેરમાં સામેલ કરવા વિચરણ કરવામાં આવશે.
સંગોષ્ઠિના વક્તા તરીકે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન, સન્માનીય કિશોરભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા, તેઓએ તેમના વક્તવ્યમાં જણાવ્યુ કે, સંવિધાન એ લોકતંત્રનો ધર્મગ્રંથ છે. બાબાસાહેબ આંબેડકર મહામાનવ વ્યક્તિત્વ હતું. ઉદ્ઘાટન સત્ર બાદ પ્રથમ સત્રમાં વક્તા તરીકે આજે જેમને "ભીમરત્ન" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, તે ડો.નાથાલાલ ગોહિલે વક્તવ્ય આપ્યું હતું તેઓનો વક્તવ્યનો વિષય હતો "સ્વતંત્રતા, સમાનતા, અને બંધુતાનો જ્યઘોષ: ભારતીય સંવિધાન." રાષ્ટ્રીય સંગોષ્ઠીના ઉદ્દઘાટન સત્રમાં,
(૧) ડૉ. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નો 'ભીમરત્ન' એવોર્ડ માનનીય વિદ્યાપુરુષ ડો. નાથાલાલ ગોહિલને કુલપતિશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો.
(૨) ડૉ. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ડૉ. આંબેડકરજીના જીવન, કાર્યો અને તત્ત્વજ્ઞાન પર લઘુશોધ/ મહાશોધ નિબંધ લખનાર કુલ ૦૮ સંશોધકોને PG & Ph.D., શોધછાત્રોને સ્પેશીયલ ફેલોશીપ એવોર્ડ- ૨૦૨૪-૨૫ના અર્પણ કરવામાં આવ્યા. જેમાં Ph.D માટે રૂ. ૨૦ હજાર અને પીજી માટે રૂ. ૧૦ હજાર ફેલોશિપ આપવામાં આવી.
(૩) ડૉ. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા રાજ્યકક્ષાની ત્રિસ્તરીય (ધોરણ ૬ થી પી.એચડી) વકતૃત્વ સ્પર્ધા: ૨૦૨૪-૨૫માં વિજેતા ૧૫ વિદ્યાર્થીઓનું 'ભીમપ્રજ્ઞા એવોર્ડ'થી સન્માન કરવામાં આવ્યું. ત્રણેય સ્તરમાં ૧ થી ૫ નંબર મેળવેલા છાત્રોને અનુક્રમે ૫, ૪, ૩, ૨, અને ૧ હજાર પુરસ્કાર આપવામાં આવ્યાં.
(૪) ડૉ. આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસને અનુલક્ષીને આયોજિત ત્રિસ્તરીય રાજ્યકક્ષાની નિબંધલેખનસ્પર્ધા: ૨૦૨૪-૨૫માં વિજેતા ૧૫ વિદ્યાર્થીઓનું ‘ભીમપ્રજ્ઞા એવોર્ડ'થી સન્માન કરવામાં આવ્યું. ત્રણેય સ્તરમાં ૧ થી ૫ નંબર મેળવેલા છાત્રોને અનુક્રમે ૧૦, ૫, ૩, ૨ ને ૧ હજાર પુરસ્કાર આપવામાં આવ્યાં.
(૫) ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા વર્ષ : ૨૦૨૪-૨૫માં કુલ ૦૫ સેન્ટરોમાં બે પ્રમાણપત્રીય અભ્યાસક્રમો (૧) ડૉ. આંબેડકરજીનું જીવન અને દર્શન, (૨) ભારતીય બંધારણમાં માનવ અધિકારો અને ફરજો.)માં ઉર્તીણ થયેલ ૧૮૬ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ અને આ સેન્ટરોના કોર્સ કો-ઓર્ડિનેટરશ્રીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.
(૬) ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા વર્ષ : ૨૦૨૪-૨૫માં શરૂ કરવામાં આવેલ માતુશ્રી રમાબાઈ ગ્રામ સેવા ફેલોશિપ યોજના : ૨૦૨૪-૨૫ના ૧૦ સંશોધકોને એવોર્ડ પત્ર આપવામાં આવ્યા અને પ્રત્યેકને રૂ. ૫ હાજર ફેલોશિપ આપવામાં આવી.
(૭) ડો. આંબેડકર પરના ૫ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું જેમાં;
ડૉ. નાથાલાલ ગોહિલ સંપાદિત (૧) ડૉ. આંબેડકરના પ્રસિદ્ધ ૧૧ ભાષણો
(૨) ડૉ. આંબેડકર વિષયક ૧૧ ભાષણો
પ્રો.બળદેવ આગજા સંપાદિત (૩) ક્રાંતદ્રષ્ટા ડૉ. આંબેડકર
ડો. શૈલેષ બ્રહ્મભટ્ટ સંપાદિત (૪) સમાજકાર્યમાં ડો. આંબેડકરનું પ્રદાન
ડૉ. રવિ ધાનાણી સંપાદિત (૫) ભારતીય બંધારણ ૭૫ વિશેષતાઓ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાબાસાહેબ ડૉ.બી.આર. આંબેડકર ચેર-સેન્ટર ૦૬ ડિસેમ્બર-૨૦૧૬થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં કાર્યરત છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા તા.૧૪/૦૨/૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય સંગોષ્ઠી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે "ભારતીય સંવિધાન કા અમૃતોત્સવ" વિષય પર યોજાઇ ગયો. જેમાં અધ્યાપક, શોધછાત્રો, વિદ્યાર્થીઓ અને વિદ્વાનો સહિત ૩૮૦ પ્રતિભાગી ઉપસ્થિત રહ્યા.
ઉદ્ઘાટન સત્રમાં બીજરૂપ વક્તવ્ય માનનીય શ્રી કિશોરભાઇ મકવાણા, ચેરમેનશ્રી, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, ભારત સરકાર, અધ્યક્ષીયશ્રી ઉદબોધન માન. કુલપતિશ્રી પ્રોફે.(ડૉ.) ઉત્પલ એસ. જોશી સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું. વિદ્યાપુરુષ ડો. નાથાલાલ ગોહિલને ચેર- સેન્ટર દ્વારા દ્વિતીય 'ભીમરત્ન' એવોર્ડ કુલપતિશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો. આ ઉદ્ઘાટન સત્રમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તામંડળના સભ્યો પ્રો. સંજયભાઇ ભાયાણી, પ્રો. બી. કે. કલાસવા, અનુસૂચિત જાતિ આયોગ કચેરી, રાજકોટના નાયબ નિયામક આનંદબા ખાચર ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના પ્રારંભે પ્રો. બી. કે. ક્લાસવા દ્વારા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેરના ચેરમેનશ્રી દ્વારા કાર્યક્રમની ભૂમિકા અને ચેરની કામગીરી રજૂ કરવામાં આવી હતી. ચેરના સ્ટાફ અને સલાહકાર સમિતિના સદસ્યો દ્વારા મંચસ્થ મહાનુભાવોનું સ્મૃતિભેટ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રથમ સત્રનું વક્તવ્ય “સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનો જયઘોષ" : ભારતીય સંવિધાન વિષય પર ડો. નાથાલાલ ગોહેલ દ્વારા આપવામાં આવેલ. આ સત્રના અધ્યક્ષસ્થાને શ્રી કિશોરભાઇ મકવાણા રહેલ.
દ્વિતીય સત્ર : મહિલાઓ માટેનું રહ્યું હતું, જેમાં "ભતીય સંવિધાનના ૭૫ વર્ષ અને મહિલા સશક્તિકરણ" આ વિષય પર હ્રદયસ્પર્શી વક્તવ્ય લો કોલેજ, અમદાવાદના પ્રિન્સિપાલ ડો. મીનલબેન રાવલે આપ્યું હતું. આ સત્રના અધ્યક્ષ તરીકે પ્રોફેસર શ્રદ્ધાબહેન બારોટ રહ્યા હતા. આ સત્રનું સંચાલન ડો. શારદાબેન રાઠોડ દવારા કરવામાં આવ્યું હતું. વક્તાનો પરિચય બાયોકેમેસ્ટ્રી ભવનાં અધ્યક્ષ પ્રો. રંજનબહેન ખૂંટ દ્વારા આપવામાં આવ્યો હતો.
તૃતીય સત્ર: સંશોધકો અને અધ્યાપકોના પેપર પ્રસ્તુતિનું હતું. આ શોધપત્રોની પ્રસ્તુતિમાં પ્રોફેસર બલદેવ આગજા, શ્રી પંકજભાઈ રાવલ, શ્રી કાનજીભાઈ મહેશ્વરી અને શ્રી ચેતનભાઈ વિઠ્ઠલાપરા વગેરે સંશોધકો તથા અધ્યાપકો દ્વારા પોતાના શોધપત્રો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ સત્રના અધ્યક્ષ ડો. એમ. કે. મોલીયા રહયા હતા તેમજ સત્રનું સંચાલન ચેર-સેન્ટરના સંશોધન અધિકારી ડો. રવિ ધાનાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
અંતિમ સમારોપ સત્રમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલના અધિક્ષક ડો. વિજયભાઈ ઝાલા દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ. આ સત્રના અધ્યક્ષ તરીકે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. સંજીવભાઈ ઓઝા ઉપસ્થિત રહી અધ્યક્ષીય વક્તવ્ય આપેલ.
સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ ચેરના સંશોધન અધિકારી, ડો. રવિ બી. ધાનાણી દ્વારા કરવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન ચેર-સેન્ટરના મુલાકાતી અધ્યાપક ડો. વિનેશ એલ. બામણિયા દ્વારા કરવામાં આવેલ.
આ રાષ્ટ્રીય સંગોષ્ઠિને સફળ બનાવવા માટે માનનીય કુલપતિશ્રીના સીધા માર્ગદર્શનમાં ચેર-સેન્ટરના ચેરમેન પ્રો. રાજા એન. કાથડ, સમગ્ર સ્ટાફ, ડો. રવિ ધાનાણી, ડો. કાંતિલાલ કાથડ, ડો. વિનેશ બામણિયા, ડો. અતુલ સોંદરવા, જાગૃતિ, શારદા પામક, ભારતી સોલંકી, મિલનભાઈ વઘેરા, રમીલાબેન વાઢેર, ડૉ. પ્રકાશ સાકળિયા, સંસ્કૃત ભવનના છાત્રો અને સ્ટાફ વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી.
ચેર-સેન્ટર દ્વારા થયેલી કામગીરી
બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા થતી કામગીરી
(૧) ચેર-સેન્ટરની લાઈબ્રેરીમાં ૩૭૮૯ પુસ્તકો અને ૨૦૨ લાઈબ્રેરીની સભ્ય સંખ્યા છે.
(૨) વિવિધ કોલેજ / ભાવનોમાં ડો. આંબેડકર મેમોરિયલ ઓનાલાઈન/ઓફલાઈન વ્યાખ્યાનો ૧૬૪
(૩) ધો-૬ થી પીએચ.ડી. સુધીની પ્રતિવર્ષ યોજાતી રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધામાં આ વર્ષે આઠમી સ્પર્ધા હતી જેમાં કુલ પ્રતિભાગીઓની સંખ્યા ૨૭૬૫ છે.
(૪) રાજયકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા અ વર્ષે છઠ્ઠી હતી જેમાં કુલ પ્રતિભાગીઓની સંખ્યા ૪૫૧ છે.
(૫) ડૉ. આંબેડકરજી પરના કુલ ૦૮ સંશોધન પ્રોજેકટ અઘ્યાપકો દ્વારા થયા છે. (રૂા. ૫૦-૫૦ હજારના)
(૬) ડૉ. આંબેડકરજી પર કુલઃ ૩૭ પીજી /એમફિલ / પીએચ.ડી.ના લઘુશોધ નિબંધ અને મહાશોધનિબંધ શોધ કાર્ય થયેલ છે.
(૭) ડૉ. આંબેડકરજી અને મહાપુરુષોના જીવન પર કુલ : ૨૪ પુસ્તકો ચેર- સેન્ટર અને ચેર-સેન્ટરના આર્થિક અનુદાનથી પ્રકાશિત થયા છે.
(૮) ચેર-સેન્ટર દ્વારા ડૉ. આંબેડકરજી પરના બે પ્રમાણપત્રીય અભ્યાસક્રમો ડૉ. આંબેડકરજીનું જીવન અને દર્શન અને ભારતીય બંધારણમાં માનવ અધિકારો અને ફરજો છેલ્લા ત્રણ વર્ષથી ચેર સેન્ટર તેમજ વીવિધ કોલેજોમાં શરૂ કરવામાં આવ્યા છે. જેવા કે, અત્યાર સુધીમાં આ પ્રમાણપત્રીય અભ્યાસક્રમોમાં કુલ : ૪૮૭ વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યો છે.
(૯) રાષ્ટ્રીય કક્ષાના ૬ સેમિનારમાં પ્રતિભાગીઓની કુલ સંખ્યા ૧૮૬૫ છે.
(૧૦) માતુશ્રી રમાબાઈ ગ્રામ સેવા યોજનાની શરૂઆત આ વર્ષથી કરવામાં આવેલ છે જેમાં ૧૦ વિધ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.
(૧૧) વર્ષ ૨૦૨૩નો પ્રથમ ભીમરત્ન એવોર્ડ પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને અર્પણ કરવામાં આવેલ.