(૧૧) તા. ૩૦/૦૭/૨૦૨૫, બુધવારના સવારે ૧૧:૦૦ કલાકે શ્રી માતૃમંદિર કોલેજના વિદ્યાર્થીઓ ચેરની મુલાકાત.
તા.૩૦/૦૭/૨૦૨૫, બુધવારના રોજ બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે શ્રી માતૃમંદિર કોલેજના બી.એસ.ડબલ્યુ તેમજ એમ.એસ.ડબલ્યુ સેમેસ્ટર -૧ના વિદ્યાર્થીઓ આવેલા. આ પ્રસંગે ચેર-સેન્ટરના ચેરમેનશ્રી પ્રો. રાજાભાઈ કાથડ દ્વારા વિદ્યાર્થીઓને ચેર-સેન્ટરમાં ચાલતી પ્રવૃતિ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ. ચેર- સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ ધાનાણીએ સમાજકાર્યના સંદર્ભમાં ડો. ભીમરાવ આંબેડકરના પ્રદાન વિશે માહિતી આપી. આ કાર્યક્રમમાં ચેર-સેન્ટરના ચેરમેનશ્રી, સંશોધન અધિકારી, શ્રી માતૃમંદિરના મુલાકાતી અધ્યાયક વૈશાલીબહેન ચાવડા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
http://https://www.facebook.com/share/p/16c5NGkrTn/