World Social Work Day Dt.19.3.2024- Session 2

  દર વર્ષે માર્ચ મહિનાના ત્રીજા મગળવારે વિશ્વ સમાજકાર્ય દિવસની  ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ તા.૧૯.૩.૨૦૨૪ નાં રોજ વિશ્વ સમાજકાર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ. આજના આ ખાસ દિવસે શ્રી રીકીતાબેન પઢીયાર કે જેઓ હાલ સાયબર ક્રાઈમ પોલીસ વિભાગમાં PI તરીકે ફરજ બજાવે છે. અને તેમની સાથે તેમની સમગ્ર ટીમ આવી હતી. ત્તેમનું સ્વાગત શ્રી ચાંદનીબેન અને શ્રી હિરલબેન દ્રારા કરવામાં આવેલ હતું. અને તેમની સાથે આવેલ ટીમનું સ્વાગત શ્રી બીનાબેન અને ભવનના વિદ્યાર્થીઓ દ્રારા કરવામાં આવેલ હતું. તેઓએ સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓને સાયબર સલામતી અને અત્યારના સમયમાં જે ફ્રોડ થાય છે તેના વિષે સમજાવ્યું હતું, અને તેનું હાલના સમયમાં ખુબ જ મહત્વ રહેલું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભવનના અધ્યક્ષશ્રી ડો.રાજુભાઈ દવેસરે ખુબજ મહેનત કરી હતી.અને અંતમાં શ્રી ચાંદનીબેન દ્રારા આભાર માની બીજા સેશનની પૂર્ણાહુતી કરેલ હતી. આ કાર્યક્રમમાં ભવનના વિદ્યાર્થીઓ અને હાલ પીએચ.ડી.કરતા વિદ્યાર્થીઓ અને કાયદા ભવનના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Published by: Department of Social Work

19-03-2024