Ek Bharat Shresth Bharat MOU-2022

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારતનાં નાગરિકો, યુવાનો અને બાળકો એકબીજાની સંસ્કૃતીથી ભૌગોલિક વારસા અને ખાસીયતોથી અવગત થાય તે માટે એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના દેશ સામે મુકી તે અંતર્ગત યુવાનોમાં એકબીજાનું વાતાવરણ જાણે તે માટે સરકારશ્રી તરફથી નક્કી થયેલા પાર્ટનર સ્ટેટ છતિસગઢ અને ગુજરાત રાજય સંદર્ભે ગુરૂ ઘાંસીદાસ વિશ્વવિદ્યાલય – બિલાસપુર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – રાજકોટ. વચ્ચે ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનાં આશિર્વાદથી કોલેજોનાં યુવાનો પાર્ટનર સ્ટેટથી માહિતગાર થાય અને મુલ્ય શિક્ષણ, દેશદાઝનું વાતાવરણ ઊભું થાય અને સાંસ્કૃતિક આદાનપ્રદાન કરી ફક્ત રાજ્યને નહિ પણ રાષ્ટ્રને સમર્પિત થાય તે માટે Memorandum of understanding (MOU) માં કાર્યક્રમમાં ગુરૂ ઘાસીદાસ વિશ્વવિદ્યાલયનાં કુલગુરૂ શ્રી ડૉ. આલોક ચક્રવાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાર્યકારી કુલગુરૂ શ્રી ડૉ. જી. સી. ભિમાણી દ્વારા પારસ્પરિક Memorandum of understanding (MOU) સેરેમની કરવામાં આવી.


Published by: Office of the Vice Chancellor

07-02-2022