survey on School fees during online education by Dr. Hasmukh Chavda department of Psychology

શિક્ષણ ફી સંદર્ભે સર્વે

આજે પૂરી દુનિયામા જ્યારે કોરોના(COVID-19) મહામારી ચાલી રહી છે ત્યારે આ મુશ્કેલીઓને ધ્યાનમા લઇને શિક્ષણ ફી સંદર્ભે સર્વે હાથ ધરવામા આવેલ હતો. આ સર્વેમા કુલ ૧૪ પ્રશ્નોનો સમાવેશ કરવામા આવ્યો હતો. જેનુ પરિણામ નીચે પ્રમાણે છે.

આ સર્વેમા કુલ ૭૦૨ લોકોએ ફોર્મ ભરી શિક્ષણ અને ફી સંદર્ભે ૭૯.૮૦% પૂરુષો અને ૨૦.૨૦% સ્ત્રીઓએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. આ સર્વેમા મંતવ્યો જણાવનાર લોકોની ઉમર ૨૫ થી ૫૫ વર્ષની હતી. તેમાં ૨૬.૮૦% લોકો ખાનગી નોકરીઓ ધરાવતા હતા, ૧૮% લોકો સરકારી નોકરી ધરવતા હતા, ૧૧% લોકો પ્રાઇવેટ બિઝનેસ ધરાવતા હતા અને ૪૪.૨૦% લોકો અન્ય વ્યવસાય ધરાવતા હતા. જેમાથી ૬૫% લોકોના બાળકો પ્રાઇવેટ સ્કુલ, કોલેજોમા અભ્યાસ કરતા હતા અને ૩૫% લોકોના બાળકો સરકારી શાળા કે કોલેજોમાં અભ્યાસ કરતા હતા.

  1. હાલની સ્થિતીમાં શાળા કે કોલેજો રેગ્યુલર ફી લે તે બરાબર છે? આ પ્રશ્નનાં જવાબમાં ૮૩% લોકોએ જણાવ્યું કે બાળકો સ્કૂલે જતાં નથી છતાં ફી લે તે અમને બરાબર લાગતું નથી અને ૧૭% લોકોએ જણાવ્યું કે ઓનલાઇન શિક્ષણ આપતા હોવાથી શાળા કે કોલેજો રેગ્યુલર ફી લે તે બરાબર છે.

 

  1. ઓનલાઇન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓને નવા સાધનો કે ગેઝેટ વસાવવા પડ્યા તેનો ખર્ચ શાળા કોલેજોએ આપવો જોઇએ? આ પ્રશ્નનાં જવાબમાં ૭૮.૯૦% લોકોએ જણાવ્યું કે હા આ બધો ખર્ચ જે તે સ્કુલ કે કોલેજોએ આપવો જોઇએ અને ૨૧.૧૦% લોકોએ જણાવ્યું કે આ બધો ખર્ચ વિદ્યાર્થીઓએ એટલે કે વાલીઓએ જ આપવો જોઇએ.

ભારત દેશનાં મોટાભાગનાં પરિવારો એ મધ્યમ વર્ગના અને ગરીબી રેખા નીચે આવતા પરિવારો છે. આ પરિવારોને નવા સાધનો કે ગેઝેટ્સ ખરીદવાનો ખર્ચ તેને પરવડે તેમ નથી. મજુર વર્ગનાં પરિવારો તો ટંકનુ કમાઇને ટંકનુ ભોજન કરતા હોય છે માટે સ્વભાવિક છે કે આવા પરિવારોને નવા સાધનો કે ગેઝેટ્સ ખરીદવાનો ખર્ચ ન પોસાતો હોય. બીજી તરફ બહુ ઓછા પરિવારો આર્થિક રીતે સુખી ચ્હે તેમને આ વધારાનો ખર્ચ પરવડે તેમ છે. તેથી કદાચ આ પરીણામ જોવા મળ્યું હોય.

  1. હાલની સ્થિતીને ધ્યાનમાં રાખી ફી ઘટાડવી જોઇએ? આ પ્રશ્નનાં જવાબમાં ૯૧.૨૦% લોકોએ જણાવ્યું કે બાળકો જ્યારે સ્કૂલે જતાં નથી તો તમામ ખર્ચ સ્કૂલો કે કોલેજોને થતો નથી ત્યાં સુધી કે કેટલીક શાળાઓએ તો પગાર કાપ પણ કર્યો છે તો સંસ્થાને સામે એટલી બચત થાય છે. તો એ બચતને ધ્યાન લઇ સંચાલકોએ ફી ઘટાડવી જોઇએ અને ૮.૮૦% લોકોએ જણાવ્યું કે સ્કુલ કે કોલેજોએ પોતાની ફી ઘટાડવી ન જોઇએ.
  2. તમને એવું લાગે છે કે બાળક ઘરે હોય ત્યારે શાળાના સંચાલકોને ઇલેક્ટ્રીસીટી, સાફ-સફાઈનો ખર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ વગેરેની બચત થાય છે? આ પ્રશ્નનાં જવાબમાં ૬૫% લોકોએ જણાવ્યું હતુ કે બાળક સ્કુલે ન જાય તેથી સંચાલકોને અન્ય ખર્ચા જેવા કે વીજળીનો ખર્ચ, સાફ-સફાઇનો ખર્ચ, ઇંફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ જેવા વગેરે ખર્ચાઓની બચત થાય છે. ૭.૯૦% લોકોએ જણાવ્યું કે આવા કોઇ ખર્ચની બચત સંચાલકોને થતી નથી અને ૨૬.૨૦% લોકોએ જણાવ્યુ કે આ ખર્ચાઓની બચતની બાબતમાં અમે કાઇ કહી શકીએ તેમ નથી. કેમ કે સંચાલકો આવી માંગણી સ્વીકારશે નહી.  
  3. જ્યારે શાળામાં વિદ્યાર્થી આવતા નથી ત્યારે ઘણા ખર્ચા પર કાપ મુકાય છે તેનો ફાયદો વિદ્યાર્થીને ફી માં મળવો જોઈએ. આ પ્રશ્નનાં જવાબમાં ૭૪.૮૦% લોકોએ જણાવ્યુ હતું કે જ્યારે વિદ્યાર્થી જ સ્કુલમાં જતો નથી ત્યારે તેની પાછળ જે પણ ખર્ચાઓ થાય છે જેમ કે ઇલેક્ટ્રીસીટીનો ખર્ચ, સાફ-સફાઇનો ખર્ચ, પાણીની વ્યવસ્થાનો ખર્ચ જેવા વગેરે ખર્ચાઓની સંચાલકોને બચત થાય છે તેથી આ બધી બચતોનો લાભ વિદ્યાર્થીઓને મળવો જોઇએ તેવું જણાવ્યું હતું. ૧૯.૬૦% લોકોએ જણાવ્યુ કે હા આ બચત ખર્ચનો લાભ વિદ્યાર્થીઓને મળવો જોઇએ અને ૫.૭% લોકોએ જણાવ્યું કે આ બધો લાભ વિદ્યાર્થીને ન મળે તો ચાલે. 
  4. પ્રાઇવેટ શાળાનો ક્રેઝ ઓછો કરવાના ઉપાયો. આ પ્રશ્નના જવાબમાં લોકોએ જણાવ્યુ હતું કે તમામ ખર્ચ 1 થી 12 ધોરણ સુધીનો સરકારે ઉપાડવો જોઇએ, સાથે સરકારી શાળાને જો સમર્થન આપવું હોય તો 1 થી 12 ધોરણ જે વ્યક્તિ સરકારી શાળામાં ભણી હોય તે જ સરકારી નોકરી મેળવી શકે અને સરકારનો હિસ્સો બની શકે તેવો નિયમ લાવવામાં આવે. કોઇ પક્ષ કે પાર્ટીમાં જોડાય કે તેને નાનામાં નાના કોઇપણ રાજકારણમાં જોડાવું હોય તો 1 થી 12 ધોરણ સરકારી શાળામાં ભણેલા હોય તેને જ સભ્યપદ મળે તેવો નિયમ કરવામા આવે તો સરકારી શાળાઓ ધમધમતી થાય અને પ્રાઇવેટ શાળા ધીમે ધીમે ઘટવા લાગે.
  5. તમે એવું માનો છો કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ દૂરદર્શન પરનું શિક્ષણ તમામે ઉપયોગ કરવો જોઈએ. જેથી પ્રાઈવેટ શાળાઓને ફી ભરવી ન પડે? આ પ્રશ્ન સાથે  ૮૬.૮૦% લોકોએ સંપૂર્ણ પણે સહમતી દર્શાવી હતી અને ૧૩.૨૦% લોકોએ અસહમતી દર્શાવી હતી.
  6. શું તમે એવું માનો છો કે દરેક જગ્યાએ એક સમાન શિક્ષણની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આ પ્રશ્નનાં જવાબમાં ૯૫% લોકોએ સહમતી દર્શાવી હતી અને ૫% લોકો એ અસહમતી દર્શાવી હતી.

ભારતા દેશના અલગ-અલગ સમાજો, સમ્પ્રદાયો અને વિવિધ પેટા જ્ઞાતિઓના માનસમાં ક્યાંક ને ક્યાક બધી વ્યવસ્થાઓઓમાં મતભેદ છે તેવું અનુભવતા હોય છે, અને દરેક વ્યવસ્થાઓ કે જ્ઞાતીઓમા સમાન વ્યવસ્થા આવે તેવું ઇચ્છતા હોય છે. તેથી કદાચ આ પરિણામ આપણને ઉચ્ચ જોવા મળ્યું છે.

  1. દૂરદર્શન દ્વારા વધુને વધુ શૈક્ષણિક પ્રોગ્રામો થાય એવું તમે ઇચ્છો છો. આ પ્રશ્નનાં જવાબમાં ૮૬.૮૦% લોકોએ સહમતી દર્શાવી હતી અને ૧૩.૨૦% લોકોએ અસમતી દર્શાવી હતી.
  2. સરકારી કે ખાનગી દરેક શાળાની ફી એક સમાન હોવી જોઈએ એવું તમે માનો છો? આ પ્રશ્નનાં જવાબમાં ૬૯.૭૦% લોકોએ સંપૂર્ણ સહમતી દર્શાવી હતી, ૧૫.૮૦% લોકોએ સહમતી દર્શાવી હતી, ૮.૮૦% લોકોએ તટસ્થતા દર્શાવી હતી અને ૫.૭૦% લોકોએ અસહમતતા દર્શાવી હતી.

આ પરિણામનાં આધારે આપણે એવુ કહી શકીએ કે ૬૯.૭૦% લોકો એવું ઇચ્છે છે કે દરેક શાળા કોલેજોમાં ફીનું ધોરણ એકસમાન હોવું જોઇએ.

  1. ફી વિશે તમારા મંતવ્યો વિસ્તારથી કહો....
  • પ્રાઈવેટ સ્કુલમાં ફરજ બજાવતો દરેક શિક્ષક પણ એક ભારતનો જ નાગરીક છે તેમજ એક પ્રાઈવેટ અથવા સરકારી શાળામાં ભણતા બાળકનો વાલી પણ છે  અને તે પણ અત્યારે કોરોના મહામારીનો સામનો કરી રહેલ હોય તેથી જો સરકાર દ્બારા દરેક વ્યવસાયકારને જો કોઈને કોઈ રીતે આર્થીક મદદ કરવામાં આવતી હોય ત્યારે હાલ સમયમાં પ્રાઈવેટ સ્કુલનાં શિક્ષકોનો પગાર કાપવામાં આવેલ હોય જેથી આવા કર્મચારીને આર્થીક રીતે મુસ્કેલીનાં સમયમાં વધારે મુસ્કેલ પરિસ્થિતિનું સર્જન થયેલ છે તેથિ સરકારશ્રીને એક પ્રાઈવેટ કર્મચારી તરીકે નમ્રવિનંતિ છે કે આવા કર્મચારીનું કોરોના મહામારીમાં જીવન ટકાવી રાખવા આપની કક્ષાએથી યોગ્ય વ્યવસ્થા કરવામા આવે તેવી અપેક્ષા.
                                                                                        લી.
                                                                        એક પ્રાઈવેટ શાળાનાં શિક્ષક
  •  “ફિનલેન્ડ, ડેનમાર્ક, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન આ પાંચ એવા દેશ છે જ્યાં બધા જ પ્રકારના શિક્ષણ એ ત્યાં ના લોકોને એકદમ ફ્રી આપવામાં આવે છે આ સોર્સ ગૂગલ પર પણ અવેલેબલ છે જો ત્યાં શિક્ષણને લઈને સરકાર આટલી જાગૃત હોય શક્તિ હોય તો આપણી સરકાર જે બીજા બધા કાર્યક્રમોમાં કરોડો અબજો રૂપિયા ખર્ચો કરે છે એના બદલે બાળકોના શિક્ષણ માટે ધ્યાન આપે તો જ ભવિષ્યનું ભારત આત્મનિર્ભર બની શકે નહિ તો નાની નાની ટેકનોલોજી વિકસાવવામાં પણ બીજા દેશો પર આધાર રાખવો પડે છે, પ્રાઈવેટ શાળામાં હાલમાં કોઈ પણ શિક્ષકોને પગાર આપવામાં નથી આવ્યો તો એના બદલે બાળકો પાસે ફિસની માંગણી કરવામાં આવે છે એ બંધ થવુ જોઈએ, કોઈ એક સયુંકત કુટુંબમાં ૫ કે ૬ બાળકો એકસાથે એક શાળામાં અભ્યાસ કરતા હોય અને એમને એક જ સમયે ઓનલાઈન શિક્ષણ શાળા દ્વારા એક જ સમયગાળા દરમ્યાન (જેમ કે સવારે ૧૦ થી ૧૨)  આપવામાં આવતું હોય તો બધા બાળકો માટે મોબાઇલ અને નેટની વ્યવસ્થા કેવી રીતે કરી શકાય?  એ બહુ મોટો પ્રશ્ન છે.

Dr.H.M.Chavda.jpg

                    ડૉ. હસમુખ એમ. ચાવડા

                        આસિ. પ્રોફેસર

            મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

                           રાજકોટ

                     મો. 9537063325


Department: Department of Psychology

09-07-2020