સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરવાથી થતાં ફાયદાઓ

યુનિવર્સિટીના ભવનોમાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થીને થતાં ફાયદાઓ

યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવનાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસના અને કેમ્પસ સ્થિત ભવનોના લાભો વિદ્યાર્થીઓને મળતા હોય છે જે અન્ય સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને પ્રાપ્ત થતાં નથી. આવો આવા લાભો વિશે જાણીએ...

 • સરકારી ધારા-ધોરણ મુજબ ફી સ્વીકારવામાં આવે છે.
 • UGCએ સૂચવેલ અભ્યાસક્રમ મુજબનો નવો અભ્યાસક્રમ ભવનમાં ચલાવવામાં આવે છે.
 • અધ્યતન મનોવૈજ્ઞાનિક સાધનોથી સંપન્ન મનોવિજ્ઞાન ભવનની મનોવૈજ્ઞાનિક પ્રયોગ શાળા.
 • મનોવિજ્ઞાન ભવનની પોતાની કોમ્પ્યુટર લેબ.
 • મનોવિજ્ઞાન ભવનની મનોવિજ્ઞાનના અનન્ય પુસ્તકોથી સજ્જ પોતાની લાઈબ્રેરી.
 • કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મળતી અન્ય સ્કોલરશીપ કે ફેલોશીપનો લાભ શરતોને આધીન વિદ્યાર્થીને મળવા પાત્ર.
 • Wi-Fiની સેવાયુક્ત મનોવિજ્ઞાન ભવન. વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળશે.
 • યુનિવર્સિટીના ભવનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની દરેક માહિતીથી અવગત રહે છે જે અન્ય સંસ્થામાં માહિતી મળતા સમય લાગે છે.
 • બહારથી આવતા વકતાઓ કે અધ્યાપકોના માર્ગદર્શનનો લાભ ભવનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સતત મળતો રહે છે જેનાથી વિદ્યાર્થીઓને સતત પ્રેરણા મળતી રહે છે.
 • મનોવિજ્ઞાન ભવનમાં બી.એ. સુધીના અભ્યાસમાં રહી ગયેલા જ્ઞાનના ગેપને રેમેડિયલ કોચિંગ ક્લાસ(એક્સ્ટ્રા) દ્વ્રારા પૂર્ણ કરવામાં આવે છે.
 • મનોવિજ્ઞાનનો સમાજમાં વ્યાવહારિક ઉપયોગ કેમ કરવો તે વિવિધ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે.
 • ગુજરાત અને દેશભરના મનોવિજ્ઞાનના નિષ્ણાંતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતા હોવાથી તેનો સીધો લાભ વિદ્યાર્થીને મળે છે.  

 

 

 

 • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અન્ય સુવિધાઓ
 • ગુજરાતનું સૌપ્રથમ IPS/IPS/GPSC/UPSCનું તાલીમ કેન્દ્ર જેનો લાભ ભવનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મળી શકે છે.
 • યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઈબ્રેરીમાં રીડીંગ માટેની સુવિધા, વાંચન માટે ટેકસબુક, રેફરન્સ બુક, મેગેઝીન, ઇ-જર્નલ અને ઇ-કોર્નરમાં વિનામુલ્યે ઇન્ટરનેટ સુવિધાઓ.
 • Career Counseling & Development Centre (CCDC)માં સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ વર્ગનો લાભ વિદ્યાર્થી મેળવી શકે છે.
 • યુનિવર્સિટીમાં થતાં અન્ય કાર્યક્રમો જેમ કે યુવક મહોત્સવ, હેલ્થ કાર્યક્રમો, બુક્સ ફેર જેવા વગેરે કાર્યક્રમોનો લાભ વિદ્યાર્થીને મળે છે.
 • યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓને રહેવા માટે સુવિધાયુક્ત હોસ્ટેલો.
 • યુનિવર્સિટી કેમ્પસ પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા સમરસ હોસ્ટેલ કરાઇ. જેમાં 1000 ભાઈઓ અને 1000 બહેનો પ્રવેશ મેળવી શકે છે.
 • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં સતત થતી પ્રવૃતીનો લાભ વિદ્યાર્થીઓને મળતો હોય છે.
 • કેમ્પસ પરના જ અન્ય ભવનોના તજજ્ઞ અધ્યાપકો પાસેથી કોઈપણ હિચકિચાહટ વગર જ્ઞાન કે માહિતી પ્રાપ્ત થતી હોય છે.
 • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવારના સભ્યોનું સ્નેહપૂર્ણ વર્તન વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડતું હોય છે.
 • વ્યવસ્થાના ભાગ સ્વરૂપે અલગ-અલગ વિષયોના અલગ અલગ ભવનો છે પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર એક એકમ છે તેની પ્રતિતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરાવે છે.
 • ગુજરાતની પહેલી એવી યુનિવર્સિટી કે જેને A ગ્રેડ પ્રાપ્ત થયેલ છે. હાલ નેકની ચોથી સાયકલમાં પ્રવેશનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી છે.
 • હાલ ગુજરાતનાં નાથ તરીકે બિરાજેલા ગુજરાતનાં મુખ્યમંત્રી માનનીયશ્રી વિજયભાઇ રૂપાણી સાહેબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેમજ અન્ય ઘણા બધા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઘરેણાઓ દેશ અને દુનિયામાં અનોખુ સ્થાન ધરાવે છે તે બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર ગૌરવ અનુભવે છે. આ ગૌરવના ભાગીદાર થવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં પ્રવેશ મેળવવા આપ સર્વેને હાર્દિક આમંત્રણ છે.   

Department: Department of Psychology

23-07-2020